Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા માર્ગ-સલામતી સમિતિની બેઠકમાં
જામનગર તા. ર૪: જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજઈ હતી.
કલેક્ટર બી.કે. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેશ બેરિયર્સ, બ્લેક સ્પોટ નિવારણ, સીસી ટીવી સર્વેલન્સ, સોલાર સ્ટ્રીટ લાઈટ્સ, પાર્કિંગ સ્પોટ, રોડ રિસરફેસિંગ, રોડ માર્કિંગ, જનજાગૃતિલક્ષી શિબિરના આયોજન વગેરે જરૂરી મુદ્દાઓ વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર બ્લેક સ્પોટ ધરાવતા માર્ગ પર કેશ બેરિયર્સ, ફૂટ ઓવર બ્રીજ મૂકાવવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આરટીઓ કચેરી સાથે સંલગ્ન તમામ કચેરીઓ માર્ગ સલામતી માટે કરાયેલ કામગીરીનો નિયમિત અહેવાલ રજૂ કરે તેમ કલેક્ટરે જણાવ્યું હતું. જામનગર જિલ્લામાં હાલમાં ૧૬ જેટલા બ્લેક સ્પોટ આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે.
આ બધા બ્લેક સ્પોટવાળા વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે રમ્બલ સ્ટ્રીપ્સ, રોડ માર્કિંગ, રોડ પર વિવિધ સાઈનના બોર્ડ, હેઝર્ડ માર્કિંગ, રોડ રિસરફેસીંગ, સોલાર સ્ટર્ડસ, સોલાર સ્ટ્રીટ લાઈટ્સ, ગેપિંગ મીડિયમ, ન્યુ ઝીબ્રા ક્રોસિંગ માર્કિંગ વગેરે તમામ જરૂરી કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવા માટે જિલ્લા કલેક્ટરે ખાસ સૂચના આપી હતી.
આ ઉપરાંત જિલ્લામાં આવેલ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ આગળ વિવિધ સાઈન બોર્ડ મૂકવાની કામગીરી, શાળાઓ આગળ પાર્કિંગ સ્પોટ્સ બનાવવા, ટ્રાફિક મેનેજમેન્ટ, શાળા કોલેજોમાં માર્ગ સલામતીના કાયદાઓ અંગે જાગૃતિલક્ષી સેમિનારનું આયોજન વગેરે કામગીરી હાથ ધરવામાં આવશે. જિલ્લામાં તાજેતરમાં ૧પ જનજાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૮ર૦ જેટલા લાભાર્થીઓ સંમિલિત બન્યા હતાં. આ સમીક્ષા બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા, આરટીઓ કચેરી, જી.આઈ.ડી.સી. કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial