Advertisement
Author: નોબત સમાચાર

જામનગર સી.એ. બ્રાન્ચ દ્વારા યોજાયો એઆઈ અને સાઈબર ક્રાઈમ અંગે સેમિનાર

જામનગર તા. ૨૪: ધ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટટન્ટસ ઓફ ઈન્ડિયાની જામનગર બ્રાન્ચ દ્વારા વન ડે વર્કશોપ "નેવીગેટિંગ ધ ફ્યુચર" (એનહેન્સીંગ એઆઈ નોલેજ એન્ડ સ્કીલ્સ) ના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈસીએઆઈના સેન્ટ્રલ કાઉન્સીલ મેમ્બર સીએ વિશાલ દોશીએ "પ્રેક્ટિસ મેનેજમેન્ટ ટ્રલ્સ" ના વિષય પર કાનપુરથી આવેલ આઈસીએઆઈના પૂર્વ સેન્ટ્રલ કાઉન્સીલ મેમ્બર સીએ મનુ અગ્રવાલે "નેકસ્ટ સીએ-લેવરેજિંગ એઆઈ ફોર સક્સેસ" ના વિષય ઉ૫ર તથા જામનગરની સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમમાં પી.એસ.આઈ. એચ.કે. ઝાલાએ "સાઈબર ક્રાઈમ લો એન્ડ રેગ્યુલેશન એન્ડ ઓવરવ્યૂ ઓફ ઈન્ટરનેશનલ એન્ડ નેશનલ લો" ના વિષય પર વક્તવ્ય આપ્યું હતું.

આ કાર્યક્રમમાં ચેરમેન સીએ પ્રિતેશ મહેતા, વાઈસ ચેરમેન સીએ હરદીપસિંહ જાડેજા, સેક્રેટરી સીએ મહમદ સફી કુરેશી, ખજાનચી સીએ, જયદીપ રાયમંગિયા, જામનગર બ્રાન્ચ ઈમિડીએટ પાસ્ટ ચેરમેન સીએ પ્રતિક ચાંદ્રા, પાસ્ટ ચેરપર્સન સીએ દીપા ગોસ્વામી તથા સીએ મેમ્બર તથા સીએના વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh