Advertisement
Author: નોબત સમાચાર

સુભાષબ્રિજ પાસે બસની રાહ જોઈને ઉભેલા મહિલાના મોબાઈલ-રોકડની ચોરી

ખંભાળિયામાંથી નવુનક્કોર બાઈક ઉપડી ગયું:

જામનગર તા. ર૪: જામનગરના માણેકનગર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધા સપ્તાહ પૂર્વે સુભાષબ્રિજ પાસે વાહનની રાહ જોઈને ઉભા હતા ત્યારે તેમની થેલીમાંથી કોઈ શખ્સ રૂ.૯ હજાર રોકડા તથા રૂ.૮ હજારનો મોબાઈલ તફડાવી ગયો છે. જ્યારે ખંભાળિયામાંથી નવુનક્કોર મોટરસાયકલ ચોરાઈ ગયું છે. તેના માલિકે શકદારનું નામ પોલીસને આપ્યું છે.

જામનગરના ત્રિમંદિર વિસ્તારમાં આવેલા અટલ આવાસ સામે વસવાટ કરતા પ્રવીણાબેન મનહરલાલ પરમાર નામના વૃદ્ધા ગઈ તા.૧પની બપોરે સુભાષબ્રિજ પાસે રાજકોટ જવા માટે બસની રાહ જોઈને ઉભા હતા ત્યારે તેમની સાથે રહેલી થેલીમાંથી કોઈ શખ્સ રૂ.૯ હજાર રોકડા તથા રૂ.૮ હજારની કિંમતનો મોબાઈલ સેરવી ગયો હતો. તેની પ્રવીણાબેને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ખંભાળિયા તાલુકાના ભટ ગામમાં રહેતા રણમલભાઈ સીદાભાઈ કારીયા નામના આસામીએ રવિવારે ખંભાળિયાના મિલન ચાર રસ્તા પાસે આવેલા પોતાના શો-રૂમ પાસે નવુનક્કોર ટીવીએસ બાઈક પાર્ક કર્યું હતું. તે વાહન ચોરાઈ ગયું છે. તે રણમલભાઈએ રૂ.૯પ હજારનું આ બાઈક ચોરી જવા અંગે ખંભાળિયાના ભરવાડપાડામાં રહેતા સાદીક ઉર્ફે સાજીદ ઈકબાલભાઈ પીટા નામના શખ્સનું શકદાર તરીકે નામ અપાયું છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh