Advertisement
Author: નોબત સમાચાર

આધારકાર્ડ-આયુષ્માન કાર્ડના કામો સેવાસેતુમાં સ્થળ પર થતા ધક્કા ખાવા પડતા નથીઃ લાભાર્થીઓ

વડત્રાના કાર્યક્રમનો લાભ લેનારાઓના પ્રત્યાઘાતો

ખંભાળીયા તા. ૨૪: સેવાસેતુ કાર્યક્રમ થકી નાગરિકોને ઘર આંગણે જ વિવિધ જનકલ્યાણલક્ષી સેવાઓ ઉપલબ્ધ થઈ રહી હોવાના પ્રતિભાવો આપતા લાભાર્થીઓએ તેમના સુખદ અનુભવો વર્ણવ્યા હતાં.

નાગરીકોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે, તે જ દિવસ પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા આશય સાથે રાજ્ય સરકાર સતત કાર્યશીલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમમાં ૫૫ જેટલી સેવાઓ નાગરિકોને ઘર આંગણે જ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારેય તાલુકાઓમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. બહોળી સંખ્યામાં નાગરિકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો. ખંભાળિયા તાલુકાના વડત્રામાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં લાભ મેળવેલ લાભાર્થીઓએ તેમના અનુભવો વર્ણવ્યા હતા.

ખંભાળિયા તાલુકાના વડત્રા ખાતેના સેવા સેતુ કાર્યક્રમમાં આધારકાર્ડ અપડેટ કરાવવા આવેલા મેરુભાઇ જોગલે જણાવ્યું હતું કે, "આજે હું અહીં મારી દીકરીઓના આધારકાર્ડ અપડેટ કરાવવા માટે આવ્યો છું. અને ગણતરીની મિનિટોમાં મારું આ કામ પૂર્ણ થઈ ગયું."

વધુમાં જણાવ્યું કે, "સેવા સેતુ કાર્યક્રમ થકી મારે બહાર જવાનો ખર્ચ અને સમય બંનેનો બચાવ થયો છે. સરકારનું આ પ્રેરણાદાયી કાર્ય છે. અને તમામ લોકોએ આવા કાર્યક્રમનો લાભ લેવો જોઈએ. સરકારનો ખૂબ ખૂબ આભાર કે અમારા આંગણે આવી અમને આધારકાર્ડ, રાશનકાર્ડ, આયુષ્યમાન કાર્ડ જેવી ૫૫ પ્રકારની સેવા આપવામાં આવી રહી છે."

અન્ય એક લાભાર્થી કિશોરસિંહ જાડેજાએ જણાવ્યું કે, "હું ભાતેલ ગામનો રહેવાસી છું. અને મને જાણવા મળ્યું કે વડત્રામાં જ સેવા સેતુ કાર્યક્રમમાં અનેક સેવાઓ એક જ સ્થળ પર આપવામાં આવી રહી છે. મારા માતાને પગની તકલીફ હોય પગનું ઓપરેશન કરાવવું પડશે. અને વધુ ખર્ચ હોવાથી આયુષ્યમાન કાર્ડ ઉપયોગી થઈ શકે તેમ છે. જેના માટે હું અહી સેવા સેતુ કાર્યક્રમમાં મારા માતાનું આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે આવ્યો હતો. અને ખૂબ ટૂંકા સમયમાં જ મારું આ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું. આ કાર્ડ માટે મારે અન્ય કોઈ પણ જગ્યાએ જવાની જરૂર પડી નહિ."

વધુમાં જણાવ્યું કે, "હવે આ કાર્ડની મદદથી હું મારી માતાના પગનું ઓપરેશન સરળતાથી કરાવી શકીશ."

નોંધનીય છે કે આધાર નોંધણી ( ૧૮ વર્ષથી ઓછી વયજૂથના રહીશો માટે), આધાર કાર્ડમાં સુધારા (અપડેશન) કરવા, રાશન કાર્ડમાં નામ દાખલ કરવું, રાશન કાર્ડમાં નામ કમી કરવું, રાશન કાર્ડમાં સુધારો કરવો (નામ, અટકમાં સુધારો તથા કલેરિકલ ભૂલ માટે), રેશનકાર્ડ ધારકોની ઈ-કેવાયસી કરવા અંગેની સેવા, જાતિ પ્રમાણપત્ર (સૌરાષ્ટ્રના જિલ્લાઓ સિવાય),  દિવ્યંગતા પ્રમાણપત્ર, નમોશ્રી યોજના, પી.એમ.જે.મા (અરજી) સહિતની અનેક સેવાઓ આપવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh