Advertisement
Author: નોબત સમાચાર

વિકસિત જામનગર - ૨૦૪૭ વિઝન વર્કશો૫

જામનગર જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં

જામનગર તા. ર૪: જામનગર જિલ્લા કલેક્ટર બી.કે. પંડયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં "વિકસિત જામનગર - ર૦૪૭ વિઝન ડોક્યુમેન્ટ" માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં જિલ્લા કલેક્ટર અને અન્ય અધિકારીઓ દ્વારા અત્રેના જિલ્લાની સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સ રિપોર્ટ ૩.૦ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.

સમીક્ષા બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી એસ.એન. પટેલ દ્વારા જામનગર જિલ્લાની પુસ્તિકા તૈયાર કરવા માટે વિકસિત ભારતજ્રર૦૪૭ વિઝન માટે સમગ્ર જિલ્લાની આંકડાકીય માહિતી, વિવિધ વિષયોનું માળખુ, વિકાસના મુખ્ય લક્ષ્યાંકો (માઈક્રો અને મુખ્ય), ચાવીરૂપ સુચક આંકો, ખૂટતી સુુવિધાનું એનાલીસીસ કરી, સારૃં જીવન ધોરણ અને સારી કમાણી માટે ફ્રેમવર્ક તથા પુસ્તિકામાં સમાવેશ કરાયેલા પ્રકરણોના માળખા અન્વયે જિલ્લાની સેકટર વાઈઝ વર્તમાન સ્થિતિ, વિકાસ માટેના મુખ્ય પડકારો અને અવરોધક પરિબળો, પ્રાકૃતિક કૃષિનો પ્રચાર પ્રસાર વધે, વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓની સંખ્યા વધે, વર્ષ ૨૦૪૭ માટેનું વિઝન, એકશન પ્લાન, જિલ્લામાં કાર્યરત વર્તમાન યોજનાઓના અમલીકરણમાં આવતા પડકારોને પહોંચી વળવા માટેની વ્યુહરચના અને જિલ્લાની અન્ય વિશિષ્ટતાઓની મુદ્દાવાર ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરએ સંબંધિત અમલીકરણ અધિકારીઓને આ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ તથા રાજ્ય સરકારના આદેશ અનુસાર નિયત થયેલા ફોર્મેટ વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત જિલ્લા આંકડા અધિકારી, પ્રોગ્રામ ઓફીસર આઈ.સી.ડી.એસ., જિલ્લા ખેતીવાડી અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા વિકસિત જામનગરજ્ર૨૦૪૭ ના સંદર્ભમાં પોતાના વિભાગનું પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું અને તેમના વિભાગના છેલ્લા દાયકામાં કરવામાં આવેલા નોંધપાત્ર કાર્યો વિશે ઉપસ્થિત સર્વેને માહિતી આપી હતી.

વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગઢવી, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લ, વાસ્મો યુનિટ મેનેજર સુશ્રી ભાવિકાબા જાડેજા સહિત સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh