Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીરપુરના લોહાણા મહાસંમેલનમાં ઉમટી પડવા જીતુભાઈ લાલે જ્ઞાતિજનોને કરી અપીલ
જામનગર તા. ર૪: શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા લોહાણા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવાનો ૩૩મો સરસ્વતી સન્માન સમારોહ જ્ઞાતિજનોની વિશાળ હાજરીમાં યોજાયો હતો તથા ર૯ સપ્ટેમ્બરના વીરપુરમાં યોજાનાર વિશાળ રઘુવંશી સંમેલનમાં ઉમટી પડવા જ્ઞાતિજનોને જીતુભાઈ લાલે હાકલ કરી હતી.
જામનગરની લોહાણા જ્ઞાતિની સંસ્થા શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા ૩૩મો સરસ્વતી સન્માન સમારોહ અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલના અધ્યક્ષસ્થાને ધન્વન્તરિ હોલમાં તાજેતરમાં યોજાયો હતો.
લોહાણા જ્ઞાતિના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં સંસ્થા દ્વારા સમાજના પપ૦ જેટલા એલ.કે.જી. થી અનુસ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું.
કાર્યક્રમની શરૂઆત સનાતન ધર્મની પ્રણાલી મુજબ સરસ્વતી વંદના અને ગણેશ સ્તુતિ પ્રિશા જીવરાજાની, ધ્રુવી ગોકાણી અને માર્ગી મશરૂ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ, ત્યારબાદ સંસ્થાના પ્રમુખ યોગેશ વિઠલાણી અને સંસ્થાના અન્ય સભ્યો દ્વારા અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ બન્યા પછી પહેલી વખત જ્ઞાતિના કાર્યક્રમમાં ઉપસ્થિત જીતુભાઈનું અને જ્ઞાતિના ઉપસ્થિત અન્ય આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
પોતાના અધ્યક્ષ પદેથી ઉદ્બોધન કરતા જીતુભાઈ લાલે પુરસ્કૃત તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા અને સંસ્થા દ્વારા યોજાયેલ ૩૩માં સરસ્વતી સન્માન સમારોહના આયોજન અંગે સંસ્થાના પૂર્વ પ્રમુખો અને વર્તમાન પ્રમુખ યોગેશ વિઠલાણી અને સંસ્થાના તમામ સભ્યોને અભિનંદન આપેલ તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિજનો અને મહાનુભાવોને આગામી તા. ર૯ સપ્ટેમ્બર, રવિવારના વીરપુરમાં યોજાયેલ વિરાટ રઘુવંશી સંમેલનમાં ઉમટી પડવા અપીલ કરી હતી.
ઉપસ્થિત અન્ય મહાનુભાવોમાં જામનગર લોહાણા સમાજના પ્રમુખ ભરતભાઈ મોદી, મંત્રી રાજુભાઈ કોટેચા, એડવોકેટ હેમલભાઈ ચોટાઈ, ઉદ્યોગપતિ હર્ષદભાઈ જોબનપુત્રા, રાહુલભાઈ મોદી, નરેન્દ્રભાઈ રાયઠઠ્ઠા, કૈલાશભાઈ બદીયાણી, રાગેશભાઈ લાખાણી, અગ્રણી વેપારી હરેશભાઈ સોમૈયા, રમેશભાઈ નથવાણી, કેતનભાઈ બદીયાણી, પરીનભાઈ તથા મનહરભાઈ ગોકાણી, અગ્રણી બિલ્ડર ધીરૂભાઈ કારીયા, કમલેશભાઈ સોનછાત્રા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધારાબેન દતાણી, આર્યસમાજના પ્રમુખ દિપકભાઈ ઠકકર, જય જલિયાણ મહિલા ઉત્કર્ષ મંડળના પ્રમુખ રક્ષાબેન દાવડા, કર્મચારી સંગઠનના પ્રમુખ જયેશભાઈ મહેતા, જલારામ જયંતી મહોત્સવના અનિલ ગોકાણી, રાજેન્દ્ર હિંડોચા, અન્ય સંસ્થાઓના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતાં.
આ સરસ્વતી સન્માન સમારોહ માટેના શિલ્ડ તેમજ પુરસ્કાર કુંજલતાબેન ચોટાઈ હસ્તે હેમલભાઈ ચોટાઈ, સ્વ. કંકુબેન સોમૈયા હસ્તે હરેશભાઈ સોમૈયા, ભરતભાઈ જમનાદાસ મોદી હસ્તે, રાહુલભાઈ મોદી, ડો. દિપકભાઈ ભગદે, અશોકભાઈ પાઉં, હરિદાસ ગોપાલજી મોદી હસ્તે ભરતભાઈ કોટેચા, મનહરલાલ ભાઈ ગોકાણી દ્વારા અપાયા હતા આ ઉપરાંત સિદ્ધિ કોમ્પ્યુટર એકેડમી દ્વારા ધોરણ ૧રના બંને માધ્યમોના એકથી ત્રણ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર મનિષ રમેશભાઈ રૂપારેલ દ્વારા અપાયા હતાં.
કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોજેકટ ચેરમેન નિલેશ જીવરાજાની, ઉપપ્રમુખ અતુલ રાયઠઠ્ઠા, મંત્રી ખ્યાતિબેન ચોલેરા, ઓડિટર જયેશ ગોકાણી, સહમંત્રી રમેશ ખાખરીયા, તેમજ આશિત કોટક, જીજ્ઞેશ સિમરીયા, ચિંતન ચંદારાણા, હાર્દિક લુક્કા, મધુભાઈ કારીયા, રીતેશ દાવડા, હિતેષ ધોકાઈ, નયનેશ સામાણી, વિશ્વાસ ઠકકર, હસમુખ મજીઠીયા, દિપ્તીબેન રાયઠઠ્ઠા, અમીબેન જીવરાજાની, જ્હાનવીબેન મશરૂ, ડિમ્પલબેન સિમરીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નલીન રાજાણી અને વિધિ લુકાએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial