Advertisement
Author: નોબત સમાચાર

ઈઝરાયેલની એરસ્ટ્રાઈકથી લેબેનોન તબાહઃ ૪૯ર લોકોના મોત

હજારો લોકો ઘાયલ થયાઃ હિઝબુલ્લાહનો ખાત્મો કરવાના નિર્ધાર સાથે ૧૬૦૦ જગ્યાનો કચ્ચરઘાણઃ

તેલઅવિવ તા. ર૪: ઈઝરાયેલે હિઝબુલ્લાહને ખતમ કરવાના ઈરાદાથી એરસ્ટ્રાઈક કરતા લેબેનોન તબાહ થઈ રહ્યું છે, અને ૧૬૦૦ જગ્યાઓ પર હુમલો થતા હિઝબુલ્લાહનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.

ઈઝરાયેલે ગાઝા પછી હવે હિઝબુલ્લાહના આતંકવાદ સામે કાર્યવાહી શરૂ કરી છે. ઈઝરાયેલની સેનાએ બે દાયકામાં સૌથી મોટો હુમલો કર્યો છે. લેબેનોનમાં હિઝબુલ્લાહની ૧૬૦૦ જગ્યાઓ પર એકસાથે હુમલો થવાથી એટલી બધી તબાહી મચી ગઈ હતી કે લોકો પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળ્યા હતાં.

બીજી તરફ હિઝબુલ્લાહ સામે યુદ્ધનુ એલર્ટ વગાડનાર ઈઝરાયેલે અહીં પણ એક સપ્તાહની ઈમરજન્સી જારી કરી છે. ઈઝરાયેલ પણ ઈરાન સમર્થિત હિબજૂલાહ દ્વારા જવાબી હુમલાની ધમકી હેઠળ છે. ઈઝરાયેલની સેનાએ લબેનોનને બીજું ગાઝા બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સોમવારે ઈઝરાયેલની સેનાએ એવો ભયંકર હવાઈ હુમલો કર્યો કે આખું લેબેનોન હચમચી ગયું.

ઈઝરાયેલી સેનાએહુમલા પછી એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે હિઝબુલ્લાહના ૧,૬૦૦ સ્થાનોને નિશાન બનાવ્યા છે. આઈડીએફ એ ફોટોગ્રાફ્સ સાથે એક નિવેદન જારી કર્યું હતું કે લેબેનોનમાં હિઝબુલ્લાહે નાગરિક ઘરોનો ઉપયોગ તેમના શષાગર તરીકે કર્યો હતો. સેનાએ પહેલાથી જ નાગરિકોની હિઝબુલ્લાહના સ્થાનોથી દૂર જવાની ચેતવણી આપી હતી.

આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓને ધ્યાનમાં લીધા વિના ઈઝરાયેલની સેનાએ લેબેનોનમાં હુમલા તેજ કર્યા છે. સોમવારે ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસએ લેબેનોનમાં મોટા પ્રમાણમાં હવાઈ હુમલો કર્યો. સોમવાર છેલ્લા ર૦ વર્ષમાં સંઘર્ષનો સૌથી લોહિયાળ દિવસ સાબિત થયો. લેબેનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર વ્યાપક બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૪૯ર લોકો માર્યા ગયા છે, અને હજારો લોકો ઘાયલ થયા છે.

ઈઝરાયેલના જણાવ્યા અનુસાર તેણે ૧૬૦૦ થી વધુ હિઝબુલ્લાહ સ્થાનોને નિશાન બનાવ્યા હતાં. હિઝબુલ્લાહે ઉત્તરી ઈઝરાયેલ તરફ ર૦૦ થી વધુ રોકેટ પણ છોડ્યા હતાં. તમામ અહેવાલો અનુસાર લેબેનોનમાં અરાજક્તા છે. હજારો પરિવારો ઘર છોડીને ભાગી ગયા છે. દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જિમન નૈતન્યાહુ મંગળવારે અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ ર૭ સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેના યુદ્ધની વચ્ચે લેબેનોનમાં મોટા પ્રમાણમાં વિનાશ થયો છે.

લેબેનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ઈઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા ૪૯ર લોકોના મોત થયા છે. મૃતકોમાં ૩પ બાળકો અને પ૮ મહિલાઓનો સમાવેશ થાય છે, જ્યારે ૧,૬૪પ અન્ય ઘાયલ થયા છે, જો કે લેબેનોને એ નથી જણાવ્યું કે આમાંથી કેટલા નાગરિકો કે લડવૈયા હતાં. ઈઝરાયેલી મીડિયાએ સુરક્ષા સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, બેરૂતમાં સોમવારે સાંજે થયેલા હવાઈ હુમલાનો ઉદ્દેશ્ય વરિષ્ઠ હિઝબુલ્લાહ કમાન્ડર અલી કરાકીને ખતમ કરવાનો હતો. કરાકી હિઝબુલ્લાહના કહેવાતા 'સધર્ન ફ્રન્ટ'નો વડા છે.

ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અનુસાર તે દક્ષિણ લેબેનોનમાં આતંકવાદી જુથની ગતિવિધિઓ સંભાળે છે. તે હિઝબુલ્લાહના ટોચના લશ્કરી સંગઠન 'જેહાદ કાઉન્સિલ'નોસભ્ય છે. હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે કરાકી હુમલામાં માર્યા ગયા છે કે નહીં.

આરોગ્ય મંત્રી ફિરાસ અબિયાદે કહ્યું કે, હડતાળને કારણે હજારો પરિવારો પણ વિસ્થાપિત થયા છે. દક્ષિણ લેબેનોન અને પૂર્વમાં બેકા ખીણમાં મોટાપાયે લોકોનું સ્થળાંતર ચાલી રહ્યું છે. દેશભમરના રસ્તાઓ પર હજારો કાર ફસાઈ ગઈ છે. લોકો વિનાશથી દૂર ઉત્તર-પશ્ચિમ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઈઝરાયેલના તાજેતરના હુમલામાં મૃત્યુઆંક ર૦ર૦ માં બેરૂત બંદર પર થયેલા વિનાશક વિસ્ફોટમાં મૃત્યુઆંક કરતા વધુ છે. તે સમયે એક વેરહાઉસમાં રાખવામાં આવેલ સેંકડો ટન 'એમોનિયમ નાઈટ્રેટ' વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા ર૧૮ લોકો માર્યા ગયા હતાં અને પ,૦૦૦ થી વધુ ઘાયલ થયા હતાં.

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જિમન નૈતન્યાહુ મંગળવારે ન્યુયોર્ક, અમેરિકા જવા રવાના થશે. તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. આ સિવાય તેઓ દુનિયારભરના નેતાઓને પણ મળવાના છે. તાજેતરના વધેલા તણાવ વચ્ચે નૈતન્યાહુની યુએસ મુલાકાતને ઘણી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

વિશ્વભરની શક્તિઓ ઈઝરાયેલ અને હિઝબુલ્લાહને સંયમ રાખવા અપીલ કરી રહી છે, જો કે બન્ને પક્ષો સંપૂર્ણ સ્તરે યુદ્ધ તરફ આગળ વધી રહ્યા હોવાનું જણાય છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે વધતી જતી પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે તેઓ નથી ઈચ્છતા કે લેબેનોન 'બીજો ગાઝા' બને. યુરોપિયન યુનિયનના વિદેશ બાબતોના વડા જોસેપ બરેલે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વ નેતાઓની બેઠક પહેલા કહ્યું હતું કે, 'આ તણાવ ખૂબ જ ખતરનાક અને ચિંતાજનક છે'. તેમણે કહ્યું કે, 'અમે લગભગ સંપૂર્ણ યુદ્ધમાં છીએ.'

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh