Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શેરબજારમાં ઉછાળા પછી ઈન્ટ્રા-ડે વધઘટ
મુંબઈ તા. ર૪: શેરબજારે ઈતિહાસ રચ્યો છે. પહેલીવાર સેન્સેક્સ ૮પ,૦૦૦ ને પાર પહોંચ્યો છે. નિફ્ટીએ પણ રેકોર્ડ બનાવ્યો છે.
ભારતીય શેરબજાર અવિરત તેજી સાથે સતત ચોથા દિવસે ઓલ ટાઈમ હાઈ થયા છે. સેન્સેક્સ પ્રથમ વખત ૮પ,૦૦૦ નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે, જ્યારે નિફ્ટી ર૬,૦૦૦ ના લેવલથી થોડે જ દૂર છે. એનર્જી-ઓઈલ શેરોમાં તેજી સાથે બીએસઈમાં આજે વધુ રપ૮ શેરો નવી વાર્ષિક ટોચે પહોંચ્યા છે.
સેન્સેક્સ અને નિફ્ટી આજે ઘટાડે ખુલ્યા પછી ધીમી ગતિએ આગેકૂચ કરી રહ્યા છે. ફ્લેટ શરૂઆત પછી ૧૦ વાગ્યે ઉછાળો નોંધાતા સેન્સેક્સ ૮પ,૦પ૮.પપ અને નિફ્ટી રપ,૯૮૧.૪૦ ની નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી પ૦ પર ટ્રેન્ડ પ૦-પ૦ જોવા મળ્યો હતો. એટલે કે રપ શેરો સુધારા તરફી અને રપ શેરો ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતાં. ૧૧ વાગ્યે નિફ્ટી ૧પ.૬૦ પોઈન્ટ ઉછળી રપ,૯પ૪.૬પ પર, જ્યારે સેન્સેક્સ ૩૮.પ૯ પોઈન્ટ ઉછળી ૮૪,૯૬૭.ર૦ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
બીએસઈમાં આ સમાચાર લખાયા ત્યાં સુધીમાં ર૮ર શેરોમાં અપર સર્કિટ અને રપ૯ શેરો વર્ષની ટોચે પહોંચ્યા હતાં. કુલ ટ્રેડેડ ૩૮૪ર સ્ક્રીપ્ટસ પૈકી ર૦૩૪ ગ્રીન ઝોનમાં અને ૧૬૪૩ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહી હતી, જો કે માર્કેટ નિષ્ણાતોના મતે રોકાણકારોને સાવચેતીપૂર્વક ટ્રેડીંગ નિર્ણય લેવા સલાહ છે. ઈઝરાયલ દ્વારા લેબનોનમાં થઈ રહેલા હુમલાના લીધે વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ તણાવ વધ્યો છે. સેક્ટોરલ ઈન્ડેક્સમાં મેટલ શેરોમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. નેશનલ એલ્યુમિનિયમ, એનએમડીસી, વેદાંત સ્ટીલ, એસએઆઈએલ, શેરો પ ટકા સુધી ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. બી.એસઈ મેટલ ઈન્ડેક્સમાં લિસ્ટેડ ૧૦ સ્ક્રિપ્સમાં ઉછાળો નોંધાતા મેટલ ઈન્ડેક્સ ર ટકા ઉછાળે ટ્રેડેડ છે.
બીજી તરફ બેન્કીંગ સ્ટોક્સમાં વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું છે. બેન્કીંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ વધતા ઈન્ડેક્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. જિયોજીત ફાઈનાન્સિયલ સર્વિસિસના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારે જણાવ્યું હતું કે, મધ્ય પૂર્વમાં વધતા જિઓ-પોલિટિકલ તણાવના લીધે ક્રૂડના ભાવમાં તેજી જોવા મળી છે. જેની અસર ઈક્વિટી બજારો પર થઈ શકે છે. સોનું અને વોલેટિલિટી ઈન્ડેક્સ પણ વધ્યો છે, જો કે ભારતીય શેરબજારો પડકારો વચ્ચે પણ મજબૂતાઈથી આગેકૂચ કરી રહ્યા છે, જે એકંદર સેન્ટિમેન્ટ તેજીનું દર્શાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial