Advertisement
Author: નોબત સમાચાર

જામનગર રઘુવંશી કલરવ પરિવાર દ્વારા વેલકમ નવરાત્રિ મહોત્સવ

મહાનુભાવોની ઉપસ્થિતિમાં રઘુવંશીઓ દ્વારા રાસ-ગરબાની રમઝટ બોલીઃ

જામનગર તા. ર૪: જામનગર રઘુવંશી કલરવ પરિવાર દ્વારા આયોજીત જામનગર શહેરના સમગ્ર રઘુવંશી સમાજ માટે વેલકમ નવરાત્રિ મહોત્સવ-ર૦ર૪ યોજાયો હતો, જેમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં રંગભેર રાસ-ગરબાની રમઝટ બોલી હતી.

જામનગર રઘુવંશી કલરવ પરિવાર દ્વારા આયોજીત જામનગર શહેરના સમગ્ર રઘુવંશી સમાજ માટે વેલકમ નવરાત્રિ મહોત્સવ-ર૦ર૪ તા. ૧પ-૯-ર૪ ના રવિવારના જામનગર ખંભાળીયા બાયપાસ રોડ પર આવેલા 'ચાચા ભતીજા પાર્ટી પ્લોટ' પર ઉજવવામાં આવેલ હતો. આ રાસોત્સવમાં જામનગર શહેરના રઘુવંશી પરિવારના મોટી સંખ્યામાં ખેલૈયાઓએ પોતાની કૃતિઓ પ્રસ્તુત કરી હતી. જેમાં તાલી રાસ, પંચીયા, ફ્રી સ્ટાઈલ સાથે રાસોત્સવ રચી ઉપસ્થિત સર્વે આમંત્રીત મહેમાનો તેમજ રઘુવંશી પરિવારોને મંત્રમુગ્ધ કર્યા હતાં.

આ તકે સમસ્ત હાલાર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી, ઉપપ્રમુખ ચેતનભાઈ માધવાણી, માનદ્દમંત્રી રાજેશભાઈ કોટેચા, ભાજપના પૂર્વ અધ્યક્ષ મુકેશભાઈ દાસાણી, જામનગર વીરદાદા જશરાજ યુવા ફાઉન્ડેશનના પ્રમુખ ભરતભાઈ કાનાબાર, એડવોકેટ ભાવીનભાઈ ભોજાણી, જામનગર શહેરના અગ્રણી રઘુવંશીઓ ઉપસ્થિત રહેલ હતાં.

આ કાર્યક્રમને સફળ બનાવવા જામનગર રઘુવંશી કલરવ પરિવારના ફાઉન્ડર તૃપ્તીબેન ગંધા, બિમલભાઈ ગંધા, અલ્કાબેન વિઠ્ઠલાણી, દિપકભાઈ વિઠ્ઠલાણી, મિનાબેન દાસાણીએ જહેમત ઉઠાવી હતી.

રાસોત્સવમાં જજ તરીકે જાનકીબેન પંચમતીયા અને ડો. દેવલબેન વોરાએ ભૂમિકા બજાવી હતી અને સુરીલા અવાજે રાસોત્સવનું સંચાલન પૂર્વીબેન ઠકકરે સંભાળ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh