Advertisement
Author: નોબત સમાચાર

બહેરા-મુંગાની શાળાની દીકરીઓ દ્વારા ર૭પ વડીલોનું મુગટ પહેરાવી પૂજન કરાયું

પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં કમાણી જૈન ભાવનાના ઉપક્રમે

જામનગર તા. ૨૪: શ્રી કમાણી જૈન ભવનના ઉપક્રમે ડુંગર દરબાર, તેરાપંથ ભવનમાં પૂ. શ્રી ધીરગુરૂદેવના શુભંકર સાંનિધ્યે પ્રથમવાર ૭૦ વર્ષથી ઉપરની ઉંમરના ર૭પ જેટલા વડીલોનું મુગટથી સન્માન કરાયા પછી પૂ. ગુરૂદેવે જણાવ્યું હતું કે પત્નીની પસંદગી તમારા હાથમાં છે. મા ની પસંદગી કરવી તમારા હાથમાં નથી. ફેમિલી શબ્દની વ્યાખ્યા કરતાં કહેલ કે ફાધર અને મધરને આઈએલવાય સૌથી પહેલા પ્રેમ કરતા શીખો.

છગનભાઈ શામજી વિરાણી બહેરા-મુંગા શાળાની દીકરીઓએ માની મમતા નૃત્ય રજુ કર્યું હતું. ૯પ વર્ષના સવિતાબેન મેઘાણી અને ૯ર વર્ષના રમણીકભાઈ ખારાનું પાદ પ્રક્ષાલન રજતથાળીમા કરી પૂજન કરવામાં આવ્યું હતું. તિલકવિધિના દાતા પરિવારે લાભ લીધો હતો. સંઘવતી અતુલ દોશી, મનિષ દોશીએ દરેકને રોકડ કવર અર્પણ કર્યા હતાં.

બહેરા-મુંગા શાળા માટે જીતો સંસ્થા તથા દાતાઓ તથા સંઘના ભાવિકોએ કોમ્પ્યુટર યોજનામાં લાભ લઈને ઉત્સાહ વધાર્યો હતો. જીતો સંસ્થા દ્વારા પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયાના પ્રમુખ સ્થાને દીકરીઓનો કાર્યક્રમ રાખેલ હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh