Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાડામાં નિકાલ પ્રથાનો અંત આવશેઃ
જામનગર તા. ર૪: પ્રાણીઓમાં મૃતદેહના નિકાલ માટે રાજ્યમાં સૌ પ્રથમ જુનાગઢ મહાનગરપાલિકાએ પહેલ કરી છે અને ભઠ્ઠી કાર્યરત કરી છે. આગામી સમયમાં જામનગરમાં પણ આ પ્રકારની સુવિધા શરૂ કરવામાં આવનાર છે. આ માટે પખવાડીયામાં ટેન્ડરો પ્રસિદ્ધ થનાર છે.
મહાનગરોમાં પ્રાણીના મૃત્યુ પછી તેના મૃતદેહને ઉપાડી શહેરથી દૂર જમીનમાં ખાડો કરી તેમાં મીઠું નાખી મૃતદેહનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ જુની પદ્ધતિથી આજુબાજુના વસવાટ કરતા લોકોને અસહ્ય દુર્ગધ સહિત અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાના નિકાલ માટે રાજ્યમાં સૌ પ્રથમ જુનાગઢ મહાનગર પાલિકાએ ગેસ આધારિત ભઠ્ઠી બનાવી છે જ્યાં મૃત પશુ-પ્રાણીના અગ્નિદાસથી નિકાલ કરવામાં આવી રહ્યા છે. હાલ ત્યાં દરરોજ ૭ થી ૮ પશુ- પ્રાણીના મૃતદેહનો નિકાલ કરવામાં આવે છે.
જામનગર મહાનગર-પાલિકાએ પણ આ મુદ્દે વિચારણા કરી છે અને આગામી સમયમાં આ પ્રકારની સેવા-સુવિધા જામનગરમાં પણ શરૂ કરવામાં આવનાર છે.
હાલ આ અંગે ટેન્ડર માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને લગભગ પંદરેક દિવસમાં ટેન્ડર પ્રસિદ્ધ થઈ જશે અને આ પછી સમગ્ર પ્રોજેકટને આખરી ઓપ આપવામાં આવશે. ટુંક સમયમાં આગામી સમયમાં જામનગર મહાનગર પાલિકા દ્વારા પણ પશુ-પ્રાણીના મૃતદેહનો વૈજ્ઞાનિક ધોરણે, અગ્નિ સંસ્કારથી નિકાલ કરવાની સેવા-સુવિધા શરૂ થનાર છે જે આવકારદાયક છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial