Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં સજા થયા પછી ફરાર થયેલો શખ્સ ઝબ્બે

એસઓજીએ પકડી પાડ્યોઃ

જામનગર તા. ૨૪: જામનગરના એક શખ્સને ચેક પરતના કેસમાં એક વર્ષની કેદ અને રૂ.૧ લાખનો દંડ ફટકારાયા પછી આ શખ્સ નાસી ગયો હતો. તેને પૂર્વ બાતમીના આધારે એસઓજીએ સુભાષ શાક માર્કેટ પાસેથી પકડી પાડ્યો છે.

જામનગરના સુભાષબ્રિજ ૫ાસે આવેલા બારદાનવાલા કોમ્પલેક્ષ પાછળ રહેતા હિતેશ બાબુભાઈ જેઠવા નામના શખ્સ સામે વર્ષ ૨૦૧૯માં ચેક પરતની ફરિયાદ થઈ હતી. તે ગુન્હામાં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યાે હતો.

સજાના આ હુકમ પછી આરોપી હિતેશ જેઠવા નાસતો ફરતો હતો. આ શખ્સ સુભાષ શાક માર્કેટ નજીક પાનની એક દુકાન પાસે આવ્યો હોવાની બાતમી એસઓજીના મેહુલ વિસાણી, વિજય કારેણા, સંદીપ ચુડાસમાને મળતા પીઆઈ બી.એન. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ એલ.એમ. જેરના વડપણ હેઠળ દોડી ગયેલી એસઓજી ટીમે આ શખ્સની અટકાયત કરી તેનો કબજો સિટી એ ડિવિઝન પોલીસને સોંપી આપ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh