Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વંશાવળીની માહિતીનું આદાન-પ્રદાન કરાયું
જામનગર તા. ર૪: જામનગરના ભણગોર ગામે રઘુવંશી લોહાણા સમાજના વહીવંચા બારોટ અને સુરેન્દ્રનગર નિવાસી પૂ. નિકુલજી બારોટ અને તેમના પુત્ર પૂ. અભિજિતભાઈનું આગમન થયું હતું. આ તકે ફુલહાર અને શાલ પહેરાવી તેઓનું વાજતે-ગાજતે સન્માન કરવામાં આવ્યું હતું. ભણગોર ગામના સમસ્ત ઠકરાર પરિવાર વિસરાયેલા વડવાઓની વંશાવળી, ગૌત્ર કુળદેવી નિવેદ, સુરાપુરા દાદા તેમજ દીકરાના જન્મ કર અને દીકરાઓના લગ્નના કરની ઉત્તરોતર વંશાવળીની વિગત બારોટ પાસેથી મેળવી હતી. ભણગોર દેવસ્થાનના સમસ્ત ઠકરાર પરિવારે ૬પ વર્ષ પછી યોગ્ય દક્ષિણા આપીને નિકુલજી બારોટના આશીર્વાદ મેળવ્યા હતાં. આ પ્રસંગે અશોકભાઈ, વિઠ્ઠલભાઈ ઠકરાર જયંતિભાઈ, ભીખુભાઈ, અશોકભાઈ, પ્રવિણભાઈ, કૌસલભાઈ, ધવલભાઈ, મિતુલભાઈ તથા ભણગોર સમસ્ત ઠકરાર પરિવારના ભાઈઓ-બહેનોએ ઉપસ્થિત રહીને ભોજન ગ્રહણ કર્યું હતું.ં
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial