Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાથી બચવા ગાઈડલાઈનઃ
જામનગર તા. ૯: જામ્યુકો આરોગ્ય શાખા દ્વારા જુલાઈને ડેન્ગ્યુ વિરોધી માસ મનાવાઈ રહ્યો છે. ત્યારે આરોગ્ય શાખાએ ગાઈડલાઈન જાહેર કરી છે.
ચોમાસામાં શહેરમાં લોકોના ઘરોની છત પર, નકામા પડી રહેલા ભંગારમાં અને નાના મોટા ખાડા ખાબોચીયામાં વરસાદી પાણીના ભરવાના કારણે મચ્છરની ઉત્પતિમાં વધારો થવાની શક્યતા રહેલી છે. જેનાથી મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકન ગુનીયાના કેસમાં પણ વધારો થવાની શક્યતા રહેલી છે. જે માટે શહેરમાં ૧૨ આરોગ્ય કેન્દ્ર પર વાહકજન્ય રોગ અટકાયત અંગે કામગીરી ચાલુ છે જેમાં હાઉસ ટુ હાઉસ સર્વે, લોકોમાં વાહકજન્ય રોગ પ્રત્યે જાગૃતિ લાવવાના કાર્યાે, એબેટ કામગીરી, ઈન્ટ્રા ડોમેસ્ટિક એન્ટી લાર્વલ સર્વેલન્સ કામ વગેરે જેવા વિવિધ રોગ અટકાયતી કામગીરી થઈ રહેલ છે જેમાં શહેરીજનોનો પૂરતો સહકાર મળી રહે તે બાબત અગત્યની છે. મચ્છરજન્ય રોગોને નિયંત્રિત કરવા દરેકને નીચે મુજબની અપીલ કરાઈ છે.
ઘરની આસપાસ ભરાયેલા પાણીમાંથી મચ્છરોની ઉત્પતિ અટકાવી શકાય તે માટે ખુલ્લામાં પડી રહેલા ટાયર, નકામો ભંગાર વગેરેમાં વરસાદીનું પાણી ભરાવાથી મચ્છરની ઉત્પતિ તથા મચ્છરજન્ય રોગોના ફેલાવાની શક્યતા વધી જાય છે.
રહેણાંક, દુકાનો અને કોમર્શિયલ કોમ્પલેક્ષ અને તેની બાજુના વિસ્તારોમાં તથા સરકારી, બિન સરકારી તમામ સંસ્થાઓને તેમના કેમ્પસ વિસ્તારો તથા કોમ્પલેક્ષના છત પર પ્રિ-મોન્સુન એક્ટિવિટી સબબ વરસાદી પાણી ભરાઈ ન રહે તે માટે છત પર પડી રહેલા નકામો ભંગાર દૂર કરાવી, સફાઈ કરાવી લેવા જાણશો અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા જાણશો.
શહેરના તમામ લોકોને અપીલ કરાઈ છે કે, ઘરની અંદર કોઈપણ પાણી ભરેલ પાત્ર ખુલ્લુ ન રહે તે અંગે તકેદારી રાખવી.
પાણી ભરેલા તમામ વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા. પાણીની ટાંકીઓ, ફૂલદાનીઓ, પક્ષીકુંજ તથા કુલર, ફ્રીઝની ટ્રે વગેરે અઠવાડિયામાં એક વખત અચૂક સાફ કરો.
પાણીના નાના ખાડા, ખાબોચીયામાં ભરાયેલા વરસાદી પાણી વહેવડાવી દો કે માટીથી પૂરી દો. મોટા પાણીના ભરાવામાં બળેલુ ઓઈલ કે કેરોસીન નાખવું જેથી મચ્છર ઉત્પતિ પર નિયંત્રણ લાવી શકાય.
અગાસી, છજા, પાર્કિંગની જગ્યા, સેલરમાં ભરાઈ રહેલા પાણીનો તાત્કાલિક નિકાલ કરવો. ચોમાસામાં નકામા ટાયરો, ખાલી વાસણો કે ધાબા પર ડબ્બા તથા અન્ય ભંગારમાં વરસાદી પાણી ભરાવા ના દો.
મચ્છરોના કરડવાથી બચવા માટે દિવસે અને રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરો. આખી બાયના કપડા પહેરો અને મચ્છર ભગાડવાની કોઈલ, ક્રીમ વગેરેનો ઉપયોગ કરો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial