Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરનું ગૌરવઃ
જામનગર તા. ૯: અમદાવાદમાં અતુલ્ય વારસોની રાજ્યસ્તરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતુલ્ય વારસોના ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર કપિલ ઠાકર દ્વારા સાત સભ્યોની ડાયરેકટર તરીકે નિયુક્તિ કવરામાં આવી હતી. જામનગરનું ગૌરવ વધારતા વર્ષાબેન ભટ્ટની ડાયરેકટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેમાં પર્યાવરણ વિદ્ મનિષભાઈ વૈદ્ય, કાયદા નિષ્ણાંત વર્ષાબેન ભટ્ટ, સામાજિક કાર્યકર કિનરીબેન શાહ, સંશોધક-લેખક મહાદેવભાઈ બારડ તથા વિષ્ણુસિંહ ચાવડા, હેરીટેજ ફોટોગ્રાફર નરેન્દ્રભાઈ ઓતિયા, હેરીટેજ પ્રોફેશનલ પરમભાઈ પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે.
આ ટીમ દ્વારા ગુજરાતમાં જિલ્લાવાર અને નાનાગામ શહેરના સક્રિય સેવાભાવી લોકો કે જેઓ હેરીટેજ, પ્રવાશન, કલા, હસ્તકલા જેવા વિષયો સાથે જોડાયેલા છે તેવોને સ્થાનિક સ્તરની સમિતિઓમાં સાંકળી તેમના વિચારોને આવરી સમગ્ર ગુજરાતમાં હેરીટેજ સંવર્ધન, અને ઉજાગર કરવાની કામગીરી, રાજ્યના શાળા-કોલેજોમાં વિનામૂલ્યે હેરીટેજ શિક્ષણ પહોંચાડવાનું, હેરીટેજ પ્રવાસનને વેગ આપવું જેથી સ્થાનિક સ્તરે રોજગારીની તકો વધે, સ્મારકો સચવાઈ અને સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળે, અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડનું ફોર્મેટ બદલવા તથા સમગ્ર વિશ્વના ગુજરાતીઓ જેને પોતાના વતન પ્રત્યે પ્રેમ છે કે વતનમાં નાનું-મોટું યોગદાન આપવા માંગે છે તેના માટે વાત વતનની યોજનાનું અમલીકરણ સહિતના મુદ્દાઓ પર કામગીરી હાથ ધરશે તેમજ અનેક નવા કાર્યક્રમો રાજ્યસ્તરે હાથ ધરાશે તેમની ટીમમાં અભિયાનમાં જોડાવવા માટેની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અથવા માહિતી મોકલી શકાશે. આ પ્રયાસ સમગ્ર ગુજરાતમાં અને ગુજરાતીઓના ભવ્ય વારસાને ઉજાગર કરવાના સંવર્ધન કરવાના કલાકારોને જોડવા મદદરૂપ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial