Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શનમાં
જામનગર તા. ૯: જામનગરમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયાના માર્ગદર્શન હેઠળ છેવાડાના ગામ સુધી નાગરિકોને ઘેર જઈ જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. જોડિયાના પીઠડ પ્રા. આરોગ્ય કેન્દ્ર હેઠળ આવેલા કોઠારીયા ગામના અંતરીયાળ ઢુંઈ વિસ્તારમાં અમૂક લોકો રસીકરણ વિશે વિવિધ અફવાઓથી ડરીને તેમના બાળકોને રસી મુકાવવા માંગતા ન હતા જે બાબત આરોગ્ય વિભાગના ધ્યાનમાં આવતા આ વિસ્તારના લોકો માટે રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું.
રસીકરણ કેમ્પમાં જોડિયા તાલુકા હેલ્થ ઓફિસર ડો. સંજય સોમૈયા, મેડિકલ ઓફિસર પીએચસી પીઠડ, ડો. દિવ્યા મેડમ, ટીએચવી, જોડિયા અને ટીએમપીએસ, જોડિયાએ હાજર રહી રસીકરણની ગેરમાન્યતા વિશે નાગરિકોને સમજણ આપી હતી. જેના પરિણામે તેમના મનમાં રહેલી શંકાનું સમાધાન થયું હતું અને તમામ વંચિત રહેલા ૧૬ બાળકનું સ્થળ પર રસીકરણ કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial