Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના સર્જકની અનોખી ફિલ્મઃ
જામનગર તા. ૯: જામનગરમાં કોર્પોરેટ કંપનીઓની ફિલ્મ બનાવવાના નિષ્ણાત, ટેબલ ટેનિસના ખેલાડી, યુથ હોસ્ટેલ્સના સક્રિય સભ્ય એવા કેતનભાઈ કનખરાએ તેમણે ૧૯૮૭ અને ત્યારપછી તાજેતરમાં ર૦ર૪ માં જમ્મુ-કાશ્મીરના પ્રવાસમાં બન્ને તબક્કામાં ત્યાં થયેલા માહોલમાં આમૂલ પરિવર્તનને દર્શાવતી એક અનોખી ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે.
આ ફિલ્મ વિશે અને તેના નિર્માણ અંગે વિગતો આપવા તથા આમંત્રિતો સમક્ષ એક કલાકથી આ ફિલ્મ દર્શાવવાનો કાર્યક્રમ પત્રકારો સાથે યોજાયો હતો.
જેમાં કેતનભાઈ કનખરાના જણાવ્યા પ્રમાણે તેમણે ર૦૦૪ માં મીડિયા ક્ષેત્રે કોર્પોરેટ કંપનીઓની ફિલ્મ બનાવવા સાથે પદાર્પણ કર્યું હતું. આ ઉપરાંત નાની ડોક્યુમેન્ટરી, યુપીએડ, અન્ય જાહેરાતોનો વ્યવસાય કરતા હતાં.
તનુજ મીડિયા અને એક્ઝીઓમ મીડિયાના સંયુક્ત ઉપક્રમે એક અનોખી ડોક્યુમેન્ટરી બનાવી, જે અંગે તેમણે જણાવ્યું કે ૧૯૮૭ માં લેહ, લદ્દાખ અને કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો.
આ યાદગાર સફરમાં એમણે શ્રીનગર તથા એની આસપાસના વિસ્તારોમાં પરિભ્રમણ કર્યું હતું. એ સમયે શ્રીનગરમાં ભારત-પાકિસ્તાન મેચ વખતે જે અલગાવવાદનો પ્રજાકીય માહોલ જોઈને હતપ્રત થઈ ગયા હતાં. કદાચ એ ઘટના એ એમની રાષ્ટ્રીય એક્તાની સમજ અને સાર્વભોમત્વના રાષ્ટ્રીય ભાવને ઉજાગર કર્યો હતો.
એક એ પણ સમય હતો. પછી અનેક વહેણો પસાર થઈ ગયા. દેશની ને સમાજની પરિસ્થિતિ પણ બદલાઈ, સરકારો પણ બદલાઈ અને કાશ્મીરનો એક વિશિષ્ટ દરજ્જો પણ સમાપ્ત થઈ ગયો. નવું વાતાવરણ સર્જાયું.
આ પછી ફરીને કેતનભાઈ આ વર્ષ ર૦ર૪ માં કાશ્મીરના પ્રવાસે ગયા, અને વાતાવરણમાં એક નવી જ ચેતનાનો પ્રવાહ અનુભવ્યો, જે નવા પરિવેશનો અનુભવ થયો તેને એમણે વ્યક્ત કરવા માટે એક સફરનામા જેવી ફિલ્મનું સર્જન કર્યું. યાત્રા અનુભવ કહેવાય એવી આ ફિલ્મમાં બે સમયની વાતને સહોપસ્થિતિ રૂપે રજૂ કરવાની એમને ઈચ્છા થઈ. એના પરિણમે સર્જાઈ 'પેરેડાઈઝ રીટ્રેસ'. આ ફિલ્મ અંગ્રેજીમાં અને તેની હિન્દી આવૃત્તિ 'ધરતી કે સ્વર્ગ મેં ફિર સે એક બાર'.
આમ તો આ ફિલ્મ એ એક નિજી યાત્રા અનુભવનું સંભારણું છે. પણ તે સાથે બે સમયની વાત પણ સરસ રીતે દર્શાવે છે. સમગ્ર ફિલ્મ આમ તો વન મેન શો જેવી છે. એટલે કે ફિલ્મના સમગ્ર ટેકનિકલ પાસાઓ કેતન કનખરા દ્વારા સર્જાયા છે, અને પ્રત્યેક ઘટકને એમણે પૂરતું ધ્યાન આપીને તૈયાર કરેલા છે. ફિલ્મની ફોટોગ્રાફી અત્યંત નયનરમ્ય છે એટલે કાશ્મીરનું સૌંદર્ય દર્શકોને પ્રભાવિત કરે એવું આહ્લાદક છે. જામનગર જેવા નાનકડા શહેરમાં જ રહીને દૃશ્ય-શ્રાવ્ય કળાની એક માતબાર સિનેમાની તમામ ટેકનિકલ બાબતોને હસ્તગત કરીને તૈયાર કરેલી આ ફિલ્મ લોકોને પસંદ આવે એવી છે.
આ કાર્યક્રમમાં અમદાવાદથી ફીલ્મ સમીક્ષીક અભિજીત વ્યાસ, મુંબઈથી ડો. પંકજભાઈ ભાનુશાળી, ઉર્મિલભાઈ શાહ, હિતેનભાઈ કનખરા તનુજભાઈ કનખરા, પ્રણવભાઈ નંદા તેમજ આમંત્રિતોમાં જામનગરના અગ્રણીઓ, ભાજપના હોદ્દેદારો, મેયર, ડે. મેયર વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
આ તબક્કે કેતનભાઈએ આગામી દિવસોમાં ૧૯૦૭ સમયના જામનગરને કેન્દ્રસ્થાને લઈને ડોક્યુમેન્ટરી બનાવવાની જાહેરાત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લલિતભાઈ જોષીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial