Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાજખોરી ડામવા માટે કડક પગલાંનું આયોજનઃ
જામનગર તા. ૯: જામજોધપુર તાલુકાના જુદા જુદા ગામોમાં પોલીસ દ્વારા આગામી તા.૨૩ સુધી જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાજખોરીને ડામી દેવા માટે પોલીસ દ્વારા સઘન પગલાં ભરવામાં આવી રહ્યા છે.
જામજોધ૫ુર પંથકમાં વ્યાજખોરી ડામી દેવા માટે રેન્જ આઈજી અશોકકુમારે આપેલી સૂચનાના પગલે જામનગર એસપી પ્રેમસુખ ડેલુ તથા ડીવાયએસપી આર.બી. દેવધા ની સૂચના મુજબ વિવિધ ગામોમાં પોલીસ દ્વારા જનસંપર્ક સભા યોજાઈ રહી છે.
આજે જામજોધપુર તાલુકાના સીદસર તથા તરસાઈ ગામમાં સભા યોજાઈ છે. જયારે તા.૧૦ના દિને કોટડા બાવીસી, વાંસજાળીયા, તા.૧૧ના દિને વસંતપુર, સતાપર, તા.૧૨ના દિને બાલવા, અમરાપર, તા.૧૩ના દિને હોથીજી ખડબા, પરડવા તેમજ તા.૧૪ના દિને ઉદેપુરમાં જનસંપર્ક સભા યોજાશે.
તે ઉપરાંત તા.૧પના દિને વાલાસણ, કરશનપર, તા.૧૭ના દિને આંબરડી મેવાસા, મોટી ગોપ, તા.૧૮ના દિને જામવાડી, ઈશ્વરીયા, તા.૧૯ના દિને ચુર, રબારીકા, તા.૨૦ના દિને પાટણ, મહિકી, તા.૨૧ના દિને ધુનડા, તા.૨૨ના દિને ઘેલડા, ઝીરાવાડી, તા.૨૩ના દિને વેરાવળ તથા સોનવડીયા ગામમાં સભા યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial