Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ત્રણ મોબાઈલ, બાઈકની ચોરી કરનાર બે શખ્સની અટકાયત

એલસીબીએ બંને આરોપીની હાથ ધરી પૂછપરછઃ

જામનગર તા. ૯: જામનગરના જોલીબંગલા પાસેથી બાઈક ઉઠાવનાર શખ્સ તથા ભીડવાળી જગ્યામાંથી ત્રણ મોબાઈલ સેરવી લેનાર તેના સાગરિતને એલસીબીએ પકડી પાડ્યા છે. એક બાઈક તથા ત્રણ મોબાઈલ કબજે કરી બંનેની અટકાયત કરાઈ છે.

જામનગરના જોલીબંગલા વિસ્તારમાંથી બે મહિના પહેલા રાત્રિના સમયે બાઈકની ઉઠાંતરી થઈ હતી. તેની પોલીસમાં ફરિયાદ થયા પછી ગઈકાલે એલસીબીના મયુદ્દીન, અરજણભાઈ, ધર્મેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે ખોડિયારકોલોની નજીક સોઢા સ્કૂલ પાસે આહિર પાડામાં રહેતા કિશન જયેશભાઈ ગુજરાતી નામના શખ્સની અટક કરાઈ હતી.

આ શખ્સ પાસેથી જીજે-૧૦-ડીએફ ૨૦૧૦ નંબરનંંુ બાઈક મળી આવ્યું હતું તેની પૂછપરછ કરાતા તેણે આ બાઈક ચોરાઉ હોવાની કબૂલાત આપી છે. એલસીબીએ શંકરટેકરીમાં રામનગર નજીક રહેતા અજય જયંતિભાઈ રાઠોડ નામના શખ્સને પણ દબોચી લીધો હતો. તેની તલાશી લેવાતા વીવો કંપનીના બે ફોન અને ટેકનો કંપનીનો એક ફોન મળી આવ્યા હતા. રૂ.૧પ હજારના ત્રણેય ફોન કબજે કરી પૂછપરછ કરાતા આ શખ્સે ભીડવાળી જગ્યામાં તે મોબાઈલ સેરવી લીધાની કબૂલાત આપી છે. બંને શખ્સની અટકાયત કરી તેનો કબજો સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh