Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષાે સુધી બંને પક્ષ વચ્ચે ચાલી કાનૂની લડતઃ
જામનગર તા. ૯: જામનગરના ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ દ્વારા વર્ષાે પહેલાં ભાડેથી અપાયેલી એક જગ્યા ખાલી કરાવવા અદાલતમાં દાવો કરવામાં આવ્યો હતો. અપીલમાં તે દાવામાં સંઘ તરફી હુકમ થયો છે અને જગ્યાનો ખાલી કબજો સોંપી આપવાનો હુકમ કરાયો છે.
જામનગરના ઓશવાળ સમાજ હસ્તકની ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ નામની સંસ્થાને દિગ્વિજય પ્લોટમાં મૃદુમંગલથી ઓળખાતી જગ્યા દાનમાં મળી હતી. તેમાં થોડી જગ્યામાં આઉટ હાઉસ તરીકે ઓળખાતી જગ્યામાં શાંતાબેન પદમશી તન્ના ભાડુઆત તરીકે જગ્યાનો વપરાશ કરતા હતા.
તેઓએ આ જગ્યા પોતાના સંબંધી હીરાલાલ પરસોત્તમ તથા બકુલાબેન હીરાલાલને આપી દીધી છે તેમ દર્શાવી ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘે તે જગ્યાનો ખાલી કબજો મેળવવા બોમ્બે રેન્ટ એક્ટ હેઠળ અદાલતમાં દાવો કર્યાે હતો. રાહત સંઘ તરફથી ધનજીભાઈ નાગડાએ જુબાની આપી હતી અને પ્રતિવાદીઓને પણ તપાસવામાં આવ્યા હતા.
ત્યારપછી અદાલતે રાહત સંઘનો દાવો રદ્દ કર્યાે હતો. તેની સામે સંઘે ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં અપીલ કરી હતી. ત્યાં બંને પક્ષ દ્વારા દલીલ રજૂ કરવામાં આવી હતી. વાદી પક્ષે જણાવ્યું હતું કે, ઉલટ તપાસમાં પ્રતિવાદી ભાડુતે પોતે આ જગ્યામાં ન રહેતા હોવાનંુ કબૂલ્યું હતું તેવી દલીલ કરી હતી. અદાલતે ભાડુઆતી જગ્યાના નોન યૂઝનું કારણ ગ્રાહ્ય રાખી તે જગ્યાનો કબજો રાહત સંઘને સોંપી આપવાનો હુકમ કર્યાે છે. સંઘ તરફથી વકીલ બિમલ ચોટાઈ, સુમિત સોલંકી, નીલ ચોટાઈ, મોનીલ ગુઢકા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial