Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે
જામનગર તા. ૯: રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, વિભાગના કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સહાય ચેક વિતરણ કાર્યક્રમ જામનગરના હાપા માર્કટીંગ યાર્ડ ખાતે યોજાયો હતો. જેમાં કૃષિમંત્રીશ્રીએ જામનગર તાલુકાના ખેડૂત અકસ્માત વીમા યોજનાના ૧૦ લાભાર્થીઓને સહાય ચેક અર્પણ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, જામનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા જામનગર તાલુકાના તમામ ખાતેદાર ખેડૂતો માટે અકસ્માત વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ માર્કેટિંગ યાર્ડ દ્વારા ભરપાઈ કરવામાં આવે છે. જે અન્વયે જામનગર તાલુકાના અલગ અલગ ગામોના અકસ્માતે મૃત્યુ પામેલા ખાતેદાર ખેડૂતોના વારસદારો દ્વારા વીમા વળતર મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં, કૃષિમંત્રીશ્રીએ દોઢિયા ગામના મંગાભાઈ કરણાભાઈ ટોયટાના વારસદારને રૂ.૨,૫૦,૦૦૦/-, આમરા ગામના રમેશભાઈ ખીમજીભાઈ ધારવીયાને વારસદારને રૂ.૨,૫૦,૦૦૦/-, ઠેબા ગામના રૈયાભાઈ ગંગદાસભાઈ મૂંગરાના વારસદારને રૂ.૨,૫૦,૦૦૦/-, દોઢિયા ગામના કાંતિભાઈ પોપટભાઈ મેંદપરાના વારસદારને રૂ.૨,૫૦,૦૦૦/-, બાવરીયાના વીરજીભાઈ રવજીભાઈ મૂંગરાના વારસદારને રૂ.૨,૫૦,૦૦૦/-, ધીરાભાઈ લીંબાભાઈ ટોયટાના વારસદારને ૨,૫૦,૦૦૦/-, ધુતારપર ગામના કિશોરભાઈ સામજીભાઈ માધાણીના વારસદારને રૂ.૨,૫૦,૦૦૦/-, ખીમરાણાના માધવજીભાઈ વાલજીભાઈ માંડવીયાના વારસદારને ૨,૫૦,૦૦૦/-, ફલ્લા ગામના પ્રતીક અરવિંદભાઈ ધમસાણીયાના વારસદારને ૨,૫૦,૦૦૦/-, જગા ગામના ગ દવિંદભાઈ જીવાભાઈ મોલીયાના વારસદારને રૂ.૨,૫૦,૦૦૦/- સહિત કુલ રૂ.૨૫ લાખના સહાય ચેક અર્પણ કર્યા હતા.
આ કાર્યક્ર્મમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી પ્રવિણસિંહ ઝાલા, ડાયરેક્ટરશ્રી અશ્વિનભાઈ છૈયા, શ્રી જમનભાઈ ભંડેરી, સેક્રેટરી શ્રી હિતેશ પટેલ, અગ્રણી શ્રી કુમારપાળસિંહ રાણા, શ્રી મુકુંદભાઈ સભાયા, સમિતિના સભ્યઓ, લાભાર્થીઓના પરિવારજનો અને બહોળી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial