Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા મેઘાવી માહોલઃ
અમદાવાદ તા. ૯: ગુજરાતના ૭૭ તાલુકાઓમાં છેલ્લા ર૪ કલાકમાં અડધાથી ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા મેઘાવી માહોલ જામ્યો છે.
ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી છે. જેમાં છેલ્લા ર૪ કલાકમાં ૭૭ તાલુકામાં વરસાદ આવ્યો છે તેમજ ૪ તાલુકાઓમાં ૧ ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ પ્રાંતિજમાં સાડાત્રણ ઈંચ વરસાદ આવ્યો છે. તલોદમાં ર ઈંચ, લોધિકામાં દોઢ ઈંચ વરસાદ તથા ભૂજ અને નખત્રાણામાં ૧-૧ ઈંચ વરસાદ સાથે વાપી, કપરાડા, સુરતમાં અડધો ઈંચ વરસાદ આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ઘણાં વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેને પગલે છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના ૭૭ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા ર૪ કલાકમાં સૌથી વધુ પ્રાંતિજમાં સાડાત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. તલોદમાં બે ઈંચ, રાજકોટના લોધિકામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. ભૂજ અને નખત્રાણામાં એક-એક ઈંચ, વલસાડના વાપીમાં, કપરાડામાં, સુરત શહેરમાં અને ડાંગના આહવામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.
આજે ગુજરાતના સાત જિલ્લા અને બે સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે. અરવલ્લી, મહિસાગર, દાહોદ અને પંચમહાલમાં આજે વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. તેમજ સુરત, નવસારી અને વલસાડમાં પણ વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં કુલ સરેરાશ ર૩.૪૦ ટકા વરસાદ વરસ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સીઝનનો અત્યાર સુધીમાં ૩૦.પ૭ ટકા, કચ્છ ઝોનમાં ર૬.૮૭ ટકા, દ. ગુજરાત ઝોનમાં ર૭.૦૮ ટકા અને મ.ગુજરાતમાં ૧પ.૧પ ટકા વરસાદ તથા ઉત્તર ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં ૧૬.૩ર ટકા વરસાદ નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial