Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલસીબીએ મુદ્દામાલ તથા રિક્ષા કબજે કર્યાઃ
જામનગર તા. ૯: જામનગરના એક વૃદ્ધાની રોકડ તથા મોબાઈલવાળી થેલી રિક્ષામાંથી ચોરાઈ ગઈ હતી. એલસીબીએ તેની શરૂ કરેલી તપાસમાં રિક્ષાચાલક ઝડપાઈ ગયો છે. તેણે ચોરીની કબૂલાત આપી છેે. તેની રિક્ષા, રૂ.પ હજાર રોકડા, એક મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે.
જામનગરના રાંદલનગર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધા થોડા દિવસ પહેલાં રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે વિકાસ ગૃહ પાસે તેઓએ રિક્ષા ઉભી રખાવી ખરીદી કરી હતી. તે દરમિયાન રૂ.પ હજારની રોકડવાળું પાકીટ તથા રૂ.૧ હજારનો મોબાઈલ જેમાં હતો તે થેલી રિક્ષાચાલકે ચોરી લીધાની પોલીસમાં તેઓએ ફરિયાદ કરી હતી.
આ ગુન્હાની તપાસમાં એલસીબીના દિલીપ તલાવડીયા, હિતેન્દ્રસિંહ, કાસમ બ્લોચને બાતમી મળી હતી કે, સ્મશાન ચોકડી પાસેથી રિક્ષામાં તે વૃદ્ધાને બેસાડતા મોરકંડા રોડ પરની સનસિટી સોસાયટી-રવાળા આસિફ અલી મકરાણી નામના શખ્સની આ ગુન્હામાં સંડોવણી છે. આ આરોપીને પકડી પાડી પૂછપરછ કરાતા તેણે ચોરીની કબૂલાત આપી છે. એલસીબીએ રૂ.૫૬ હજારનો રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીનો કબજો સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial