Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેર કોંગ્રેસ પ્રમુખનો ગંભીર આક્ષેપઃ
જામનગર તા. ૯: જામનગર શહેરમાં કોલેરાના કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે ફેલાઈ રહેલા આ રોગચાળા અંગે ચિંતા વ્યક્ત કરી જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ એક નિવેદનમાં ગંભીર આક્ષેપ કરી જણાવ્યું છ કે, જામનગર મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ નિષ્ફળ પૂરવાર થયો છે.
જામનગરના મ્યુનિ. કમિશનર મિટિંગો યોજે છે, ગાંધીનગરથી ટીમો આવી, તેમ છતાં કોઈ નક્કર અને જમીની સ્તરની કામગીરી થઈ નથી. માત્ર ઓફિસમાં બેસીને કામ થાય છે. ખરેખર મ્યુનિ. કમિશનરે જે વિસ્તારો સંભવિત કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે તેની મુલાકાત લેવાની જરૂર છે.
શહેરમાં ઘરે ઘરે જઈને તપાસ કરવી, ભરાયેલા પાણી, ગંદકી દૂર કરવા, શહેરમાં વેંચાતી અખાદ્ય સામગ્રી અંગે પગલાં લેવા, જંતુનાશક દવાનો છંટકાવ કરવો વગેરે જેવા પગલાં યુદ્ધના ધોરણે તાકીદે લેવાની જરૂર છે. નહીંતર આ રોગચાળો વધુ વ્યાપક બનશે તેવી ચિંતા તેમણે વ્યક્ત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial