Advertisement
Author: નોબત સમાચાર

હાથરસ ભાગદોડ કેસમાં એસડીએમ અને સી.ઓ. સહિત ૬ અધિકારીઓને કરાયા સસ્પેન્ડ

એસઆઈટીની તપાસના રિપોર્ટ પછી કડક કાર્યવાહી

લખનૌ તા. ૯: હાથરસ ભાગદોડ કેસમાં યોગી સરકારે રચેલી એસઆઈટી તપાસના રિપોર્ટ પછી એસડીએમ અને સી.ઓ. સહિત ૬ અધિકારીઓને સસ્પેન્ડ કરી દવામાં આવ્યા છે.

હાથરસ ભાગદોડ કેસમાં એસઆઈટીએ ગયા શુક્રવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તપાસ રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં ૧૦૦ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતાં. હવે આ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. આ રિપોર્ટના આધારે એસડીએમ અને સીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે બંનેને સસ્પેન્ડ કર્યા છે, તે ઉપરાંત બીજા ચાર અધિકારીઓને પણ સસ્પેન્ડ કરાયા હોવાનું જાણવા મળે છે. આમ એસડીએમ અને સીઓ સહીત કુલ છ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

એસઆઈટીના રિપોર્ટ પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. એડીજી આગ્રા અને અલીગઢ કમિશનરના નેતૃત્વમાં કેસની તપાસ ચાલી રહી છે. દુર્ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના નિર્દેશ આપ્યા હતાં. આ માટે તેમણે એક કમિટિ પણ બનાવી હતી.

એસઆઈટીમાં એડીજી આગ્રા ઝોન અનુપમ કુલશ્રેષ્ઠ અને ડિવિઝનલ કમિશનર ચૈત્રા વીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમને સરકાર દ્વારા ર૪ કલાકમાં તપાસ રિપોર્ટ સોંપવા સૂચના આપવામાં આવી હતી. જો કે સરકાર દ્વારા ગયા બુધવાર સુધીમાં અહેવાલ સુપરત કરવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ સીએમ યોગીએ ઘટનાસ્થળની મુલાકાત લઈને રાહત અને બચાવ કાર્યને ઝડપી બનાવવાના કારણે તપાસ અહેવાલ નિર્ધારિત સમયગાળામાં રજુ કરી શકાયો નથી.

આ પછી અધિકારીઓએ પોતાનો તપાસ રિપોર્ટ તૈયાર કરવા માટે સરકાર પાસે ત્રણ દિવસનો વધારાનો સમય માંગ્યો હતો. હવે તપાસ રિપોર્ટ આવ્યા પછી સરકાર આગામી દિવસોમાં શું પગલા ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી હતી.

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના હાથરસમાં બાબા સાકર હરિના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ કાર્યક્રમમાં ૮૦ હજાર લોકોને ભાગ લેવા માટે વહીવટીતંત્ર દ્વારા મંજુરી આપવામાં આવી હતી, પરંતુ ર.પ લાખથી વધુ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ પૂરો થયા પછી લોકોનો બહાર જવાનો સમય થયો ત્યારે નાસભાગ મચી ગઈ હતી. જેમાં સંખ્યાબંધ લોકોના મૃત્યુ થયા હતા અને ઘણાં લોકો ઘાયલ થયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh