Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રસિદ્ધ ગાયિકા પદ્મભૂષણ ઉષા ઉત્થુપના પતિ
કોલકાતા તા. ૯: પ્રસિદ્ધ ગાયિકા પદ્મભૂષણ ઉષા ઉત્થુપના પતિ જાની ચાકી ઉત્થુપને ટી.વી. જોતાં જોતાં હાર્ટએટેક આવતા હોસ્પિટલ લઈ જવાયા હતાં, જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતાં. આ નિધન થતાં શોક છવાયો છે.
પોપ આઈકોન અને પોતાના અવાજથી અલગ ઓળખ બનાવનાર ફેમસ ગાયિકા ઉષા ઉત્થુપના પતિ, જાની ચાકો ઉત્થુપનું સોમવારે નિધન થયું છે. તેમના પરિવારે જણાવ્યું કે તેમણે કોલકાતામાં અંતિમ શ્વાસ લીધા હતાં. જાનીએ પોતાના ઘરે ટીવી જોતાં જોતાં બેચેનીની ફરિયાદ કરી હતી. તેમને નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના લીધે તેમનું નિધન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જાની ઉષા ઉત્થુપના બીજા પતિ હતાં અને તે ચાની ખેતીના બિઝનેસ સાથે સંકળાયેલા હતાં. ઉષા અને જાનીની પહેલી મુલાકાત ૭૦ ના દાયકાની શરૂઆતમાં કોલકાતાના આઈકોનિક રેસ્ટોરન્ટ ટ્રિંકાજમાં થઈ હતી. જાની પોતાના બે બાળકોને ત્યજીને આવ્યા હતાં. તેમને એક પુત્ર અને પુત્રીછે. જાની ચાકો ઉત્થુપના અંતિમ સંસ્કાર મંગળવારે કરવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં ઉષા ઉત્થુપને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીઝ ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ વર્ષની શરૂઆતમાં ઉષા ઉત્થુપને દેશના ત્રીજા સૌથી મોટા નાગરિકનું સન્માન, પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમને આ સન્માન મ્યુઝિક ઈન્ડસ્ટ્રીઝમાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યું હતું. પોપ આઈકોન ક્વીન કહેવાતા ઉષા ઉત્થુપને આ સન્માન પ્રાપ્ત કર્યા પછી કહ્યું હતું કે આ એક અવિશ્વનિય ક્ષણ છે. આ ફીલિંગ હજુ અંદર સમાઈ શકતી નથી. હું ભારત સરકારની આભારી છું તેમને મારા ટેલેન્ટને ઓળખ્યું. એવોર્ડ સેરેમની ઈવેન્ટ પછી ઉષા ઉત્થુપે કહ્યું હતું કે, પોતાના સાથી કલાકાર બપ્પી લહેરીને ખૂબ મિસ કરે છે. બપ્પી અને ઉષાએ મળીને હિન્દી ફિલ્મોને 'રંબા હો', 'હરિઓમ હરિ' 'કોઈ યહાં નાચે નાચે' જેવા ઘણાં ૫ોપ્યુલર ગીતો આપ્યા હતાં. બપ્પી લહેરીને યાદ કરતા ઉષા ઉત્થુપએ કહ્યું હતું કે, આરડી બર્મન અને બપ્પી બન્નેને ખૂબ મિસ કરૂ છું.
ઉષાને રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial