Advertisement
Author: નોબત સમાચાર

કપડા ધોતી વખતે પગ લપસતા ખાડામાં ઉથલી પડેલા યુવતી ડૂબી જતાં મોતને શરણ

રણજીતસાગર ડેમમાં પ્રૌઢની આત્મહત્યાઃ

જામનગર તા. ૯: ધ્રોલમાં રહેતા એક યુવતી પોતાના દાદી સાથે ઘર નજીક આવેલા પાણીના ખાડામાં કપડા ધોવા માટે ગયા પછી પગ લપસી જતાં તેણી ખાડામાં ઉથલી પડ્યા હતા. તેણીનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. જ્યારે નગરના એક પ્રૌઢે અકળ કારણથી રણજીતસાગર ડેમમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી છે.

ધ્રોલ શહેરના ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતા સાનિયાબેન સલીમભાઈ મકવાણા નામના ૧૮ વર્ષના વાઘેર યુવતી તથા તેમના દાદી આઈશાબેન ગઈકાલે બપોરે ધ્રોલમાં શહીદ વન પાછળ આવેલા પાણી ભરેલા ખાડા નજીક કપડા ધોવા માટે ગયા હતા.

આ વેળાએ ત્યાં કપડા ધોતા ધોતા સાનિયાબેનનો પગ લપસી જતા આ યુવતી ખાડામાં ખાબકી ગયા હતા. તેઓને બહાર કાઢી ધ્રોલ દવાખાને ખસેડવામાં આવ્યા હતા. વધુ પડતું પાણી પી ગયેલા આ યુવતીને ચકાસ્યા પછી ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કરતા એલિયાશભાઈ મામદભાઈ મકવાણાએ પોલીસને વાકેફ કરી છે. આ બનાવે અરેરાટી પ્રસરાવી દીધી છે.

જામનગરના નાનકપુરી વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ નામોમલ રાજપાલ (ઉ.વ.પપ) નામના સાડીના વ્યાપારીએ રવિવારે બપોરે રણજીતસાગર ડેમમાં ઝંપલાવી લીધુ હતું. તેઓનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યાનું તેમના નાનાભાઈ મુકેશ નામોમલે પોલીસમાં જાહેર કર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh