Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લાના જોડિયા નજીક ભાદરામાં
જામનગર તા. ૯: જામનગર જિલ્લાના જોડિયા નજીક ભાદરા ગામે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં સ્વામી ગુણાતીતાનંદજીના જન્મ સ્થાનમાં અક્ષર બ્રહ્મ પ્રગટ સ્વરૂપ મહંતસ્વામી મહારાજ પધારશે. જેના અનુસંધાને તા. ૧૦ થી ૧૮ સુધી વિવિધ કાર્યક્રમો યોજાનાર હોઈ, હરિભક્તોમાં અનેરો આનંદ પ્રસરી ગયો છે.
જોડિયાથી સાત કિલોમીટર દૂર બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, શ્રી ગુણાતીતાનંદના જન્મસ્થાન પર તા. ૧૦-૭-ર૦ર૪ થી તા. ૧૮-૭-ર૦ર૪, ગુરુવાર સુધી અક્ષરબ્રહ્મ જન્મસ્થાનમાં પ્રગટ અક્ષરબ્રમ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શ્રી મહંત સ્વામી મહારાજશ્રી ભાદરાની આ પાવન ભૂમિમાં આવી રહ્યા છે, ત્યારે ભાદરામાં અનેરો ઉત્સાહ-ઉમંગ જોવા મળી રહ્યો છે.
તા. ૧૦ જુલાઈના સ્વાગતમ્, ૧ર જુલાઈ શુક્રવારના સવારે પ-૩૦ થી ૬-૪પ આદર્શ જીવન સ્વામીની પ્રાતઃ કથા, સવારે ૬-૪પ થી ૮ સ્વામીશ્રીની પૂજા, સવારે ૯ થી ૧૧ સભા, સાંજે સમીપ દર્શન (જામનગર ક્ષેત્ર), તા. ૧૩ જુલાઈ શનિવાર સવારે પ-૩૦ થી ૬-૪પ પૂજ્ય આદર્શ જીવન સ્વામીની પ્રાતઃ કથા, સવારે ૬-૪પ થી ૮ સ્વામીશ્રીની પૂજા, સવારે ૯ થી ૧૧ સભા, સાંજે ૬ સમીપ દર્શન (ભાદરા ક્ષેત્ર ૧-ર), તા. ૧૪ જુલાઈ રવિવાર સવારે પ-૩૦ થી ૬-૪પ પૂ. આદર્શ જીવન સ્વામીની પ્રાતઃ કથા, સવારે ૬-૪પ થી ૮ સ્વામીશ્રીની પૂજા, સવારે ૯ થી ૧૧ તુલસી તુલા, સાંજે પ થી ૮ રવિસભા તથા સ્વામીશ્રીના આશીર્વાદ, તા. ૧પ જુલાઈ મહિલા દિન, તા. ૧૬ જુલાઈ મંગળવાર સવારે પ-૩૦ થી ૬-૪પ પૂ. આદર્શ જીવન સ્વામીની પ્રાતઃ કથા, સવારે ૬-૪પ થી ૮ સ્વામીશ્રીની પૂજા, સવારે ૯ થી ૧૧ સભા, તા. ૧૭ જુલાઈ વિરામ દિન, તા. ૧૮ જુલાઈ ગુરુવાર સવારે બોચાસણ જવા વિદાય થશે.
ઉલ્લેખનિય છે કે, ભાદરામાં શ્રી સ્વામિનારાયણ મંદિર બીએપીએસ જે શ્રી ગુણાતીતાનંદ સ્વામીનું જન્મસ્થાન છે. આ પાવન ભૂમિમાં પૂ. બ્રહ્મ સ્વરૂપશ્રી યોગીજી મહારાજ તથા બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ અવારનવાર પધારતા હતાં. ભાદરાના આંગણે પ્રગટ બ્રહ્મસ્વરૂપ શ્રી મહંત સ્વામી મહારાજ પધારી રહ્યા છે. તેમની પાવનકારી ઉપસ્થિતિમાં સત્સંગનો લાભ લેવા પધારવા સાધુ ધર્મકુંવરદાસ (કોઠારી સ્વામીશ્રી) શ્રી સ્વામિનારાયણ મંદિર (ગુણાતીતનગર) દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial