Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારે જિલ્લામાં જમીન મા૫ણી માટે ૧પ સર્વેયર ફાળવ્યા હોવાની માહિતી અપાઈઃ
જામનગર તા. ૯: જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, તે દરમિયાન તેમણે ચોમાસામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય, ધોવાણ થયેલા રસ્તાઓના રિપેરીંગની કામગીરી, કોલેરા અંતર્ગત આરોગ્ય વિભાગની કામગીરી, વૃક્ષારોપણ કરવું, વીજ કનેકશન સહિતના પ્રશ્નો સંદર્ભે ચર્ચા કરીને ઝડપથી કામો પુર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી.
જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ડીઝાસ્ટરશાખા, આરોગ્ય વિભાગ, આયોજન વિભાગ, પી.જી.વી.સી.એલ., માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ સહિતના વિભાગોની કામગીરી અંગે તેમજ તેને લગત આવેલા પ્રશ્નો અને રજૂઆતો સદર્ભે મંત્રીએ ચર્ચા કરી લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે અને હકારત્મક દિશામાં કામગીરી થાય તે પ્રકારે અધિકારીઓને સૂચનો કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં જમીન માપણી અંગેના પ્રશ્નો અને રજૂઆતો સામે સર્વેયરોની ઘટ જણાતા સરકારશ્રી દ્વારા જિલ્લામાં જમીન માપણી માટે ૧૫ સર્વેયરની ફાળવણી કરવામાં આવી છે. ડીઝાસ્ટર શાખા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે સરેરાશ ૨૩.૮૫% વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જામજોધપુરમાં વરસાદ નોંધાયો છે. જામનગર જિલ્લાના ૯ ડેમોમાં ૫૦% ઉપર, તથા ૪ ડેમોમાં ૭૦% થી ઉપર સ્ટોરેજ છે. જિલ્લામાં વરસાદના કારણે ૩૨૨ ફિડરો બંધ થયા હતા જે તમામ પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા છે. હાલ જામનગર શહેર ખાતે એસ.ડી.આર.એફ.ની એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વરસાદના કારણે જામજોધપુરમાં ૨૭ ઘેટાં બકરાઓના મૃત્યુ થયા હતા. જેની સહાય ચૂકવી દેવામાં આવી છે. તેમજ જે રસ્તાઓમાં ધોવાણ થયું છે ત્યાં પેચવર્કની કામગીરી કરવા મંત્રીશ્રીએ લગત અધિકારીઓને સૂચન કર્યું હતું.
જામનગર જિલ્લામાં કોલેરાના કુલ ૯ કેસો નોંધાયા હતા. જેમાંથી ૭ જામનગર શહેરના અને બે અન્ય જિલ્લાના કેસો પૈકી જામનગર જિલ્લામાં સારવાર હેઠળ અન્ય જિલ્લાના કોલેરાગ્રસ્ત એક દર્દીનુ મૃત્યુ થયું છે. તેમજ એક દર્દી સારવાર હેઠળ છે જેની તબિયત સારી છે અને ૭ દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરી લોકોને પાણીજન્ય રોગો વિષે માહિતગાર કરવા તેમજ પત્રિકાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા જામનગર જિલ્લાના આરોગ્ય કેન્દ્રોની આજુબાજુમાં વૃક્ષારોપણ કરવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
પ્રભારી મંત્રીએ વિકેન્દ્રિત જિલ્લા કાર્યક્રમ હેઠળના વિકાસકામો અંગે આયોજન અધીકારી પાસેથી માહિતી મેળવી સમગ્ર જિલ્લામાં વિકાસકાર્યો હાથ ધરવામાં આવે તે માટે સૂચનો કર્યા હતા. મંત્રીને નાગરિકો તરફથી આવેલ રજૂઆતો અને પ્રશ્નો અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જે પ્રશ્નોમાં વનવિભાગ દ્વારા ધૂંવાવ નદીની પાછળની બાજુએ સફાઇ કરવી, ધ્રોલ શહેરની સોસાયટીઓમાં વરસાદી પાણીના પ્રશ્નો, ભારે વરસાદના પરિણામે લાલપુર તાલુકાના રસ્તાઓ ધોવાણના લીધે ખરાબ થઈ જતાં રિપેરિંગની કામગીરી, સમાણા-મેમાણા ફિડર અલગ કરવું, પી.જી.વી.સી.એલ.ને લગત પ્રશ્નો, પીપરના પાટિયા પાસે પ્લોટ ફાળવણી અંગેની રજૂઆત અંગે ચર્ચા વિચારણા કરી લ ોકોની રજૂઆતોનું સુખદ સમાધાન લાવવા માટે મંત્રીએ વિવિધ વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, નાયબ વન સંરક્ષક આર.ધનપાલ સહિત વિવિધ વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial