Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના ત્રણ તાલુકામાં અડધો ઈંચ વરસાદ

લૈયારામાં એક ઈંચ, અન્ય ગ્રામ્ય વિસ્તારમાં અડધો ઈંચ

જામનગર તા. ૯: જામનગર જિલ્લામાં ભારે મેઘાડંબર  વચ્ચે ત્રણ તાલુકા મથકમાં અડધા ઈંચ જેટલો વરસાદ થયો હતો. ઉપરાંત અમુક ગામડામાં પણ સારો વરસાદ થયો હતો.

જામનગરમાં ગઈકાલે મેઘાડંબર જોવા મળ્યો હતો. અસહ્ય બફારા વચ્ચે માત્ર હળવો વરસાદ થયો હતો. ગત રાત્રે ૧૦ થી ૧ર માં ધ્રોલમાં ૧૩ મીમી, કાલાવડમાં ૧૧ મીમી અને આજે સવારે જોડિયામાં ૯ મીમી વરસાદ થયો હતો. આ ઉપરાંત અનેક ગામડામાં પણ સારા વરસાદના વાવડ છે. જેમાં હડીયાણામાં ૯ મીમી, બાલંભામાં ૧૦ મીમી, જાલીયા દેવાણીયામાં ૧પ મીમી, લૈયારામાં ૩૦ મીમી, મોટા વડાળામાં ૧પ મીમી, નવાગામમાં ૧૦ મીમી, સમાણામાં ૭ મીમી, જામવાડીમાં ૧ર મીમી, ધુનડામાં ૧૮ મીમી, ધ્રાફામાં ૮ મીમી, પીપરટોડામાં ૧૧ મીમી, મોટા ખડબામાં ૮ મીમી અને મોડપરમાં ૭ મીમી વરસાદ વરસ્યો છે. આજે સવારે પણ વરસાદી માહોલ જળવાયો છે પરંતુ મનમૂકીને મેઘરાજા વરસ્તા નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh