Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘુંટણના દુખાવાથી કંટાળી ગયા હતાઃ
જામનગર તા. ૯: દ્વારકા નજીકના કુરંગા ગામ પાસે આવેલા રેલવે ટ્રેક પર ગઈકાલે સવારે એક અજાણ્યા પ્રૌઢે ઝંપલાવી લઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. પોલીસે શરૂ કરેલી તપાસમાં મૃતક રાવલ ગામના પ્રૌઢ હોવાનું ખૂલ્યું છે. ઘુંટણના દુખાવાથી પીડાતા આ વૃદ્ધે આત્મહત્યા કરી હોવાનું તેમના પુત્રએ જણાવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના હનુમાનધાર વિસ્તારમાં રહેતા પાલાભાઈ સામનભાઈ ગામી નામના પંચાવન વર્ષના કોળી પ્રૌઢે ગઈકાલે સવારે સાડા દસેક વાગ્યે દ્વારકાના કુરંગા નજીક આવેલા રેલવે ટ્રેક પાસે પહોંચી જઈ ટ્રેન હેઠળ ઝંપલાવી લીધુ હતું.
ગંભીર ઈજા પામેલા આ પ્રૌઢનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. બનાવની જાણ થતાં દ્વારકા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી મૃતકની ઓળખ મેળવવા તજવીજ કરતા મૃતકના પુત્ર લખાભાઈ ગામી દોડી આવ્યા હતા અને તેઓએ પોતાના પિતાના મૃતદેહને ઓળખી બતાવ્યો હતો.
પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી લખાભાઈનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના પિતાને પાંચેક વર્ષથી ઘુંટણમાં દુખાવો થતો રહેતો હતો. દવા લેવા છતાં સારૃં થતું ન હોવાથી કંટાળી ગયેલા પાલાભાઈએ ગઈકાલે સવારે પોતાના ઘરેથી નીકળી જઈ કુરંગા પાસે પહોંચી ટ્રેન નીચે ઝંપલાવી લીધુ હતું. પોલીસે નિવેદન પરથી અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial