Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હર્ષદપુર પાસે અકસ્માતમાં પિતા-પુત્રી ઘવાયાઃ
જામનગર તા. ૯: જામનગરના ઠેબા બાયપાસથી હાપા યાર્ડ તરફ જવાના રસ્તા પરની ચોકડી નજીક રવિવારે રાત્રે એક બાઈક સાથે મોટર ટકરાઈ પડતા બાઈકના ચાલકનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે. ખંભાળિયાના હર્ષદપુર પાસે બાઈકને બોલેરોએ ઠોકર મારતા નવાણીયા ગામના પિતા-પુત્રી ઘવાયા છે.
જામનગર-કાલાવડ માર્ગ પર આવેલા અલીયાબાડામાં રહેતા ઈમરાનભાઈ યુસુફભાઈ ભગાવડ નામના મેમણ પ્રૌઢનો ભત્રીજો સમદ સલીમભાઈ ભગાવડ રવિવારની રાત્રે પોણા બારેક વાગ્યે ઠેબા બાયપાસથી હાપા માર્કેટીંગ યાર્ડ તરફ જતા ચાર રસ્તા બાજુ મોટરસાયકલ પર જઈ રહ્યો હતો.
આ વેળાએ ચોકડી પર અચાનક જ જીજે-૧૦-ડીજે ૫૩૬૧ નંબરની વેગનઆર મોટર સામેથી ધસી આવી હતી. તેના ચાલકે સમદના બાઈક સાથે અકસ્માત સર્જતા આ યુવાન રોડ પર પછડાયો હતો. મ્હોં તથા ગરદન પાસે ગંભીર ઈજા પામેલા સમદનું મૃત્યુ નિપજ્યું છે. મોટરચાલક સામે ઈમરાનભાઈએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી ગામના વતની અને હાલમાં લાલપુરના નવાણીયા ગામમાં રહેતા રામશીભાઈ ધરણાંતભાઈ ગોજીયા નામના પ્રૌઢ અને તેમની પુત્રી રચનાબેન રવિવારે બપોરે ખંભાળિયાથી દ્વારકા વચ્ચેના ધોરીમાર્ગ પર હર્ષદપુર પાસેથી જીજે-૧૦-એજે ૩૫૬૧ નંબરના મોટર સાયકલમાં જતા હતા. ત્યારે પાછળથી જીજે-૩-બીઝેડ ૫૬૫૬ નંબરની બોલેરો ધસી આવી હતી. તેના ચાલકે ઠોકર મારી દેતા બાઈક પરથી પિતા, પુત્રી ફેંકાઈ ગયા હતા. રામશીભાઈને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ છે. જ્યારે રચનાબેનને પણ ઈજા થઈ છે. ખંભાળિયા પોલીસે બોલેરોચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial