Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાંથી ખૂંટીયાઓને ખસેડવા ખાસ વ્યવસ્થાનુું આયોજનઃ ગૌશાળાઓ આપશે સહયોગ

એક વૃદ્ધાએ જીવ ગુમાવ્યા પછી ફરીથી તંત્ર જાગ્યુ!

ખંભાળીયા તા. ૯: ગૌશાળાઓના સહયોગથી ખંભાળીયામાં રખડતા ખુંટીયા અંગે ફરી પાછું પાલિકા તથા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રખડતા ઢોર અને ખાસ કરીને ખૂંટીયાના ત્રાસથી તથા તેમના હુમલા અને મારથી મૃત્યુ સહિતના બનાવો બન્યા હોય ખંભાળીયા ડે. કલેકટર કે.કે. કરમટા તથા પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા પાલિકા સેનીટેશન વિભાગના સંજયભાઈ કરમુર, રાજપારભાઈ ગઢવી, કિશોરસિંહ સોઢા વિગેરેના પ્રયાસોથી ખંભાળીયા પંથકમાં પહેલી વખત ૬૦ જેટલા ખુંટીયા પકડીને ગૌશાળા તથા ઢોરવાડામાં મોકલવામાં આવ્યા હતા તથા આરાધના ધામ હાલાર ગૌશાળા ઓશવાળ સંસ્થા દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જે પછી ફરી રખડતા ઢોરના પ્રશ્ન ઉભો થતાં તથા તાજેતરમાં ખંભાળીયામાં મહાપ્રભુજી બેઠક પાસે એક સતવારા વૃદ્ધાનું ખુંટીયાના હુમલામાં મોત થતાં ફરી રેવન્યુ તથા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે.

ડે. કલેકટર કરમટા તથા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ દ્વારા આરાધનાધામ ગૌશાળા, મોવાણ ગૌશાળા તથા અન્યોના સૌજન્યથી રખડતા ખુંટીયા તથા બીમાર અને મોટી ઉંમરની ગાયો તથા નબળી ગાયોને પણ ત્યાં શીફટ કરવા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તથા સ્વૈચ્છિક સંસ્થાના પદાધિકારીઓ સાથે મુલાકાત કરીને આ અંગેનું આયોજન હાથ ધર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh