Advertisement
Author: નોબત સમાચાર

પાક વીમા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજય સરકારની બીજી વખત ઝાટકણી કાઢીઃ પાલભાઈ આંબલીયા

કિસાન કોંગ્રેેસની આઠ-આઠ વર્ષની રજૂઆતો સાચી ઠરી

ખંભાળીયા તા. ૯: પાકવીમા બાબતે હાઈકોર્ટે ગુજરાત સરકારની બીજી વખત ઝાટકણી કાઢી હોવાનું જણાવી કિસાન કોંગ્રેસે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા પાકવીમાના પ્રશ્ને ગુજરાત સરકારની બીજી વખત ઝાટકણી કાઢતા ભારે ચર્ચા જાગી છે.

ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ ખંભાળીયાના અગ્રણી પાલભાઈ આંબલીયાએ એક મુલાકાતમાં જણાવેલું કે, અમે ૮/૮ વર્ષથી જે બૂમો પાડતા હતાં તે આખરે ગુજરાત હાઈકોર્ટે સાચી ઠેરવી છે.

ખેડૂતોએ પાક વીમાના પ્રિમિયમ ભર્યા હોવા છતાં પણ તેમને પાક વીમો અપાયો નથી. સરકાર સામે વારંવાર રજૂઆતો આંકડાઓ રજૂ કરવા છતાં પણ પાક વીમો ના ચૂકવાતા ખેડૂતોએ અંતે નામદાર કોર્ટ સામે ઘા નાખી હતી. જેમાં આ સત્ય બહાર આવ્યું છે.

પાલભાઈએ રાજય સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, સરકારે ગાઈડ લાઈનથી ઉપરવટ જઈને ટેકનિકલ કમિટી બનાવી જે, કમિટીએ વીમા કંપનીને બચાવવા પાક વીમાના આંકડા બદલાવ્યા છે...! નવાઈની વાત છે કે, રાજય સરકારે આંકડા બદલવાની વાત રજૂ થયેલ સોગંદનામામાં કબુલી છે, અને ટેકનિકલ સમિતિનું પણ કબુલ્યું છે ત્યારે પ્રશ્ન એ થાય કે, સરકાર ખેડૂતો માટે કામ કરે છે કે, ખાનગી કંપનીઓ માટે...? પ્રિમિયમ ભરનાર ખેડૂતોને વીમો આપવાને બદલે ખાનગી કંપનીનો બચાવ સરકાર કેમ કરી રહી છે...? તેવો વેધક સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh