Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમરેલી-અરવલ્લીમાં અમૃતવર્ષાઃ ખેડૂતો ખુશઃ
અમદાવાદ તા. ૯: જાફરાબાદમાં ધોધમાર વરસાદ થતા કેટલાય વિસ્તાર જળબંબાકાર થયા છે અને બજારોમાં ચારે તરફ પાણી પાણી થયું છે. જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. બીજી તરફ અરવલ્લીના માલપુરના રોડ રસ્તાઓ પરથી નદી વહેતી હોય તેવા દૃશ્યો ખડા થયા છે.
અમરેલીના જાફરાબાદમાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં જાફરાબાદમાં ધોધમાર વરસાદથી જળબંબાકારના દૃશ્યો સામે આવ્યા છે. જાફરાબાદની બજારોમાં ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું છે, તેમજ જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે, તેમજ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે.
જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદ જળ બંબાકાર થયું છે. જેમાં જાફરાબાદની બજારોમાં ચારે તરફ પાણી પાણી થયું છે. ૪૦ મિનિટ કરતા વધુ સમયથી વરસાદ સતત ધોધમાર વરસી રહ્યો છે. તેમાં જાફરાબાદ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો છે. તેમજ લાંબા વિરામ પછી દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે.
અરવલ્લી જિલ્લામાં ચોમાસાના આગમન પછી માલપુર અને બાયડ પંથકમાં વાવણી લાયક વરસાદ ન થતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી, ત્યારે માલપુર પંથકમાં મેઘરાજા મહેરબાન થતાં ધોધમાર વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતાં.
માલપુરના રોડ-રસ્તાઓ પરથી નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતાં, તેમજ ખેડૂતોમાં આનંદ છવાયો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડબ પ્રસરતા અસહ્ય ગરમી અને બફારાથી ત્રાહિમામ્ પોકારી ઊઠેલા લોકોને હાશકારો થયો હતો. માલપુર પંથકમાં મુશળધાર વરસાદ છતાં માલપુર તંત્ર જાણે અજાણ હોય તેમ જણાઈ આવ્યું હતું. માલપુર પંથકમાં નદી વહીના દૃશ્યો જોવા મળતા આખરે ૧૧ એમએમ વરસાદ પડ્યો હોવાના તંત્રએ આંકડા જાહેર કર્યા હતાં.
માલપુર પંથકમાં સોમવારે વહેલી સવારે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. ખેતરો પાણીથી તરબોળ થતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો. માલપુર નગરમાં રોડ-રસ્તાઓ પરથી નદીઓ વહી હતી. વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા ખેડૂતો અને લોકો ખુશીથી ઝુમી ઊઠ્યા હતાં. ખેતી પાકને નવજીવન મળતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial