Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયામાં આષાઢી બીજ પર્વ નિમિત્તે
ખંભાળિયા તા.૯: અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે રાજકોટના ઈસ્કોન મંદિર સંચાલિત ખંભાળિયાના હરેકૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખંભાળિયાની મહાપ્રભુજી બેઠકથી સાંજે સાડાપાંચ વાગ્યે રથયાત્રાનો પ્રારંભ થયો હતો. શહેરના મુખ્ય માર્ગો પર હરેરામ, હરેકૃષ્ણના સંકીર્તન સાથે રથયાત્રાએ પરિભ્રમણ કર્યું હતું. આ રથયાત્રા રાત્રે નવ વાગ્યે ખંભાળિયાની નવી લોહાણા મહાજન વાડીએ સંપન્ન થઈ હતી. જ્યાં મહાઆરતી તથા ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રામાં મોટી સંખ્યામાં કૃષ્ણભક્તો, ધર્મપ્રેમીઓ જોડાયા હતાં. રાત્રે આરતી તથા મહાપ્રસાદનો લાભ પણ સર્વે ભક્તોએ લીધો હતો.
સમગ્ર રથયાત્રાને સફળ બનાવવા રાજકોટ ઈસ્કોન મંદિરના પ્રમુખ વૈષ્ણવ સેવાદાસ તેમજ કપિલ કેશવદાસ, ગોપરાજ ગોપાલદાસ, વૈભવ સવજાણી, રાજેન્દ્રભાઈ ધોળકિયા, રમેશ રૂપારેલ વિગેરેની રાહબરી હેઠળ ખંભાળિયા કેન્દ્રના ભક્તો, સર્વે માતાજીઓએ, કૃષ્ણ ભક્તોએ, કાર્યકર્તાઓએ જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial