Advertisement
Author: નોબત સમાચાર

ગોકુલનગરમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા કચેરીએ દોડી ગયું લોકોનું ટોળું

લોકરોષ ફાટી નીકળે તે પહેલાં ઘટતા પગલાં લેવા જોઈએઃ

જામનગર તા. ૯: જામનગરના ગોકુલનગરમાં ગઈરાત્રે બે વરસાદી છાંટા પડતા જ વીજળી ગુલ થઈ ગઈ હતી. કલાકો સુધી વીજ પુરવઠો પૂર્વવત ન થતાં રોષે ભરાયેલા નાગરિકો ગોકુલનગર સ્થિત વીજ કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં ધમાલ મચે તે પહેલાં પોલીસે મામલો સંભાળ્યો હતો. આવી પરિસ્થિતિ શહેરના અન્ય વિસ્તારોમાં સર્જાઈ રહી છે, વીજતંત્રએ ઘટતા પગલાં ભરવા જોઈએ.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી કલાકો સુધી વીજળી ગુલ થઈ જઈ રહી છે. તેના કારણે આ વિસ્તારના રહેવાસીઓમાં રોષની લાગણી પ્રજવળી રહી હતી.

તે દરમિયાન ગઈકાલે રાત્રે બારેક વાગ્યે વધુ એક વખત વીજળી ગુલ થઈ જતાં આ વિસ્તારના લોકો ગોકુલનગર સ્થિત પીજીવીસીએલ કચેરીએ દોડી ગયા હતા. ત્યાં ધમાલ થઈ રહી હતી. જેની જાણ થતાં સિટી સી ડિવિઝનનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. વારંવાર અને કલાકો સુધી વીજળી ગુલ રહેવાના કારણે હાલમાં થઈ રહેલા બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તેમાં ગઈકાલે રાત્રે બાર વાગ્યાની આજુબાજુમાં ફરીથી વીજળી ખોરવાઈ જતાં લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. પોલીસે મામલાને વકરતા અટકાવ્યો હતો. વીજળીરાણી રીસાઈ જવાના કારણો શોધી વીજ તંત્રએ તાકીદે કામગીરી કરવી જોઈએ.

આવી જ પરિસ્થિતિ શહેરમાં અન્ય વિસ્તારોમાં પણ સર્જાઈ રહી છે. એક તરફ મન મૂકીને મેઘરાજા વરસતા નથી અને સતત વધતા જતા બફારા, ગરમીના કારણે લોકો અકળાઈ રહ્યા છે તેમાં પણ વીજળી ચાલી જતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીજળી ચાલી ગઈ હોવાની ફરિયાદ કરવા માટે જ્યારે નાગરિકો વીજ કચેરીના ફોન પર રીંગ કરે છે ત્યારે મોટાભાગે ફોન ઉપડતા નથી તેવી વર્ષાે જૂની ફરિયાદ હજુ પણ યથાવત રહેવા પામી છે ત્યારે લોકો આકરા પાણીએ આવીને અજુગતું પગલું ભરે તે પહેલા વીજ કંપનીના અધિકારીઓએ વીજ પુરવઠા માટે ઘટતી કાર્યવાહી કરવી જોઈએ તે સમયની માંગ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh