Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની યુવતીને કોલેરા થતાં જી.જી. હોસ્પિટલમાં દાખલ

વડોદરામાં તબીબી અભ્યાસ કરતી

જામનગર તા. ૯: જામનગરમાં રહેતી અને વડોદરામાં તબીબી અભ્યાસ કરતી યુવતીને કોલેરા થતા તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

જામનગરમાં છેલ્લા એક માસમાં કોલેરાના સાત કેસ નોંધાયા હતા જેમની તબીયત સારી થતાં તમામ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. દરમ્યાન જામનગરના જિલ્લા મેડી વિસ્તારમાં રહેતી અને વડોદરામાં તબીબી અભ્યાસ કરતી યુવતીને કોલેરા લાગુ પડતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. યુવતી તાજેતરમાં પોતાના ઘરે જામનગર આવી હતી અને કોલેરા થતાં સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે. આ પછી જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા આનુસંગિક કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh