Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાની સરકારી હોસ્પિટલને અન્યાયઃ
ખંભાળિયા તા. ૯: દેવભૂમિ દ્વારકા જિલ્લો રાજયમાં છેવાડાનો ગણાતો હોવા સાથે રાજ્યના આરોગ્ય વિભગનો અણમાનીતો જિલ્લો હોવાનું અનેક ઘટનાઓથી પ્રતિપાદિત થાય છે, છતાં રાજકીય આગેવાનો આરોગ્ય વિભાગનો 'કાન' જોરથી ખેંચતા થી.
૪ર કરોડ ઉપરાંતના ખર્ચે બનેલી જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં ૯૦ બેડ મંજુર થયા હતાં તે પછી વર્ષોથી અહીં ૧પ૦ બેડ શરૂ કર્યા છે, પણ સ્ટાફ ૯૦ નો જ છે. વર્ષોથી આ અંગે રજૂઆતો થાય છે, પણ ઉપરથી કંઈ થતું જ નથી. હોસ્પિટલની ત્રણ એમ્બ્યુલન્સો ભંગાર હાલતમાં છે તેના પ્રમાણપત્ર છતાં નવી અપાતી નથી ભલે છેવાડાનો જિલ્લો ભોગવે.
તાજેતરમાં સરકારી હોસ્પિટલના દર્દીઓને ડિજિટલ એક્સ-રે કઢાવવા માટે ખાનગી હોસ્પિટલોમાં ન જવું પડે તે માટે જિલ્લા આયોજનમાંથી લાખોના ખર્ચે મશીન માટે ગ્રાન્ટ ફાળવાઈ, પણ ચારેક માસથી આ તમામ કાર્યવાહી માટે માત્ર એક સહી કરવામાં આવતી નથી. પૈસા તો સ્થાનિક આયોજનમાંથી ચૂકવવાના છે તે પણ આરોગ્ય વિભાગ નથી આપતું. સહી કરીને મંજુરી આપવામાં પણ આટલો વિલંબ 'શંકા' ઉત્પન્ન કરનારો બની રહ્યો છે. સ્થાનિક દર્દીઓ ડિજિટલ એક્સ-રે માટે ખાનગી હોસ્પિટલોમાં જાય છે. આરોગ્ય વિભાગ સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial