Advertisement
Author: નોબત સમાચાર

રૂ.સાડા ચાર લાખના ચેક પરત કેસમાં ચાર આરોપીનો ફરમાવાયો છૂટકારો

પ્રોમીસરી નોટ પણ લખી આપી હતીઃ

જામનગર તા. ૯: જામનગરના એક આસામીએ અવસર નામની પેઢીના ભાગીદારો સામે રૂ.સાડા ચાર લાખના ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ પ્રોમીસરી નોટ લખી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. તે કેસમાં તમામ ચાર આરોપીનો છૂટકારો થયો છે.

જામનગરના પ્રવીણભાઈ વિરજીભાઈ હાપલીયા નામના આસામીના અવસર નામની પેઢીવાળા મિત્ર વિશાલ લક્ષ્મણભાઈ સાકરીયાએ ધંધા માટે જરૂરિયાત ઉભી થતાં રૂ. સાડા ચાર લાખ પ્રવીણભાઈ પાસેથી હાથઉછીના લઈ બે ચેક આપવા ઉપરાંત પ્રોમીસરી નોટ પણ લખી આપી હતી.

ત્યારપછી ઉપરોક્ત બંને ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા પ્રવીણભાઈએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલવા પર આવતા આરોપી પક્ષે દલીલ કરી હતી કે, પ્રોમીસરી નોટમાં પર્સનલ વ્યક્તિની સહી છે અને પેઢીએ તેને અન્ડરટેકીંગ લઈને પૈસા ચૂકવવાના છે તેમ લખેલું નથી. અદાલતે બંને પક્ષની દલીલ સાંભળ્યા પછી અવસર પેઢીના ભાગીદાર વિશાલ લક્ષ્મણભાઈ સાકરીયા, ભાનુબેન લક્ષ્મણભાઈ, લીલાબેન પોપટભાઈ, જયદીપ પોપટભાઈ સાકરીયાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ નિતલ ધ્રુવ, રાજેશ ધ્રુવ, ડેનિશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, નીખિતા બાવરીયા, પલક પરમાર, ડી.એમ. જોષી, અલ્ફાઝ મુંદ્રા, અશ્વિન સોનગરા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh