Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદના શિવાનંદ આશ્રમમાં કરશે દ્વિતીય ચાતુર્માસ વ્રતાનુષ્ઠાનનો આરંભ

દ્વારકા શારદાપીઠાધિશ્વર સદાનંદ સરસ્વતીજી

દ્વારકા તા. ૯: ભારતીય સંસ્કૃતિમાં સનાતન ધર્મના ધરોહર દ્વારકાની પ્રથમ શારદાપીઠના અભિષિકત અનંતશ્રી વિભૂષિત દ્વારકા શારદાપીઠાધિશ્વર સદાનંદ સરસ્વતીજીના પિઠાભિષેક પછી દ્વીતિય ચાતુર્માસ આગામી તા. ર૧ જુલાઈના ર૦ર૪ થી પ્રારંભ થઈ ૧૮ સપ્ટેમ્બર ર૦ર૪ સુધી અમદાવાદના સેટેલાઈટ રોડ પર આવેલ શિવાનંદ આશ્રમમાં યોજવામાં આવનાર છે. પૂર્વ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી બ્રહ્મલીન થયા પછી શંકરાચાર્ય તરીકે પદભાર સંભાળ્યા પછી સદાનંદજીનો આ દ્વિતીય ચાતુર્માસ છે. જેને અમદાવાદમાં ઉજવવામાં આવનાર છે. આ ચાતુર્માસ્ય ઉત્સવ દરમ્યાન દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સસ્વતીજી મહારાજની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક આયોજનો જેવા કે મહારાજના વચનામૃત, ભોજન, ભંડારા, હવન, પૂજન અને કિર્તન સહિતના કાર્યક્રમો અંગે અલગ અલગ કમિટીઓ બનાવાઈ હોય શંકરાચાર્યના ચાતુર્માસ ઉત્સવને ઉજવવામાં આવશે. કાર્યક્રમના આયોજક તથા નિયંત્રક અમદાવાદસ્થિત બ્રહ્મચારી સુબુદ્ધાનંદજી મહારાજ તથા સંયોજક પદેથી સ્વામીશ્રી પરમાનંદજી તેમજ બ્રહ્મચારી નારાયણાનંદજી મહારાજ સમગ્ર ચાતુર્માસના કાર્યક્રમોનું સંચાલન કરશે.

ચાતુર્માસ દરમ્યાન નિત્યોત્સવ-વિશિષ્ટોત્સવ

ચાતુર્માસ દરમ્યાન નિત્યોત્સવમાં દરરોજ સવારે ૭ થી ૯ સુધી ભગવાન ચંદ્રમૌલીશ્વરજીનો રૂદ્રાભિષેક તથા સવારે ૧૦ થી ૧૧-૩૦ સુધી શ્રીમદ્ ભગવદ્ગીતા શાંકરભાષ્ય સ્વાધ્યાય યોજવામાં આવશે. આ ઉપરાંત પ્રતિ શનિવાર તથા રવિવારે સાંજે ૬ થી ૮ સુધી દિવ્ય સત્સંગ યોજવામાં આવનાર છે. આ ઉપરાંત ચાતુમાર્સના સમયગાળા દરમ્યાન વિશિષ્ટોત્સવ તરીકે સંસ્કૃત દિવસ, શ્રાવણી ઉપકર્મ, સદાનંદ સરસ્વતીજીનો જન્મોત્સવ, જન્માષ્ટમી, બ્રહ્મલીન પૂર્વ શંકરાચાર્ય સ્વરૂપાનંદજીનો પ્રાકટ્યોત્સવ, અનંત ચતુર્દશી સહિતના વિશિષ્ટ ઉત્સવનો ઉજવણી કરવામાં આવનાર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh