Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ તા. ૯: રાજકોટ ડિવિઝનના આવેલા ઓખા સ્ટેશનના પ્લેટફોર્મ નં.૧ની લંબાઈ વધારવા માટે એન્જિ. અને ટ્રેક્શન વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવશે. જેના કારણે ૧૨ જુલાઈ ૨૦૨૪ સુધી કેટલીક ટ્રેનોને અસર થશે.
જેમાા રદ્દ કરાયેલી ટ્રેનોમાં ટ્રેન નં.૦૯૪૮૦ ઓખા-રાજકોટ લોકલ તાત્કાલિક અસરથી ૧૧.૭ સુધી રદ્દ રહેશે. તથા ટ્રેન નં.૦૯૪૭૯ રાજકોટ-ઓખા લોકલ તાત્કાલિક અસરથી ૧૧-૭ સુધી રદ્દ રહેશે. જ્યારે આંશિક રીતે રદ્દ કરાયેલી ટ્રેનોમાં ટ્રેન ં.૧૯૨૦૯ ભાવનગર-ઓખા એક્સપ્રેસ તાત્કાલિક અસરથી તા.૧૧ સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. તેમજ ટ્રેન નં.૧૯૨૧૦ ઓખા-ભાવનગર એક્સપ્રેસ ૯-૭થી ૧૨-૭ સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
આ ઉપરાંત માર્ગમાં (મોડી થનાર) ટ્રેનોમાં ટ્રેન નં.૨૨૯૪૦ બિલાસપુર-ઓખા એક્સપ્રેસ ૯-૭ના રોજ માર્ગમાં બે કલાક મોડી થશે અને ટ્રેન નં.૨૨૯૦૬ શાલીમાર-ઓખા એક્સપ્રેસ તા.૧૧ના માર્ગમાં ૪૦ મિનિટ મોડી થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial