Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહારાષ્ટ્ર, આસામ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત
નવી દિલ્હી તા. ૯: હિમાચલ-ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વચ્ચે મુંબઈમાં 'રેડ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. પ્રશાસને લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે, અને વિવિધ રાજ્યવમાં ર દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર, આસામ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત ભારતના ઘણાં રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ચોમાસાના વરસાદને કારણે મુંબઈ અને પૂણેના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે ટ્રેન ૧ કલાક મોડી ચાલી રહી છે. પ્રશાસને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે. વરસાદથી જનજીવન જાણે કે થંભી ગયું છે.
હવામાન વિભાગે મંગળવારે (૯ જુલાઈ) સતત ભારે વરસાદને પગલે મુંબઈમાં હાઈ ટાઈડની ચેતવણી પણ જારી કરી છે. આ રેડ એલર્ટ પછી મુંબઈ અને પૂણેની તમામ શાળાઓને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ૯ જુલાઈ મંગળવારના ધો. ૧ર સુધીની તમામ શાળાઓ બંધ રહેશે. કોઈપણ અપ્રિય ઘટના અને ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.
મુંબઈ યુનિવર્સિટીમાં આજે પરીક્ષાઓ યોજાવાની હતી, જે હવે મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાઓની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. મુંબઈ, મુંબઈ ઉપનગરો, થાણે, રાયગઢ, પાલઘર, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સિવાય મુંબઈમાં સતત વરસાદને કારણે ફાસ્ટ અને ધીમી બન્ને લોકલ ટ્રેન મોડી ચાલી રહી છે. સીપીઆરઓએ કહ્યું કે, હાર્બર લાઈનની લોકલ ટ્રેનો હવે લગભગ સમયસર દોડી રહી છે.
પ્રાદેશિક હવામાન કેન્દ્ર, મુંબઈએ સોમવારે મુંબઈ, રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આરએમસીએ પૂણે અને સાતારા માટે પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે. આઈએમડી એ ૧ર જુલાઈ સુધી મુંબઈમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial