Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૮ ટકા રહેતા
જામનગર તા. ૯: જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૮ ટકા રહેતા બફારો યથાવત રહ્યું હતું. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મહતમ તાપમાનનો પારો ૩પ ડિગ્રીએ સ્થિર રહ્યો હતો.
જામનગરમાં વરસાદની આગાહી વચ્ચે નભમાં સતત વરસાદી વાદળોની આવન-જાવન જોવા મળી રહી છે. ગોરંભાયેલા આકાશ વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૮ % રહ્યું હતું. ભેજનું પ્રમાણ સતત ૮૦ ટકાથી વધુ રહેતા ગઈકાલે પણ બફારો યથાવત રહ્યો હતો. પંખા તથા એસીથી દૂર થોડીવાર કામ કરવાની સાથે પ્રજાજનો ૫રેશાન રેબઝેબ થઈ ગયા હતાં.
જામનગરમા મંગળવારે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહતમ તાપમાનનો પારો ૩પ ડિગ્રીએ સ્થિર રહ્યો હતો, જ્યારે આંશિક ઘટાડા સાથે લઘુતમ તાપમાન ર૮.પ ડિગ્રી નોંધાયું હતું. પવનની ગતિ ઘટીને પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિમીની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial