Advertisement
Author: નોબત સમાચાર

મીઠાપુરના આસામીનો વ્યાજના મામલે ટ્રક તથા ચેક પડાવી લેનાર બે પકડાયા

રૂ.૨૦ લાખનો ટ્રક, બે ચેક કબજે કરાયાઃ

મીઠાપુર તા. ૯: મીઠાપુરના એક આસામીએ રૂ.૩ લાખ હાથઉછીના મેળવી તેની સામે પાંચ ટકા વ્યાજ ચૂકવ્યા પછી પણ જામનગરના બે શખ્સે રૂ.ર૦ લાખનો ટ્રક અને બે કોરા ચેક પડાવી લીધાની પોલીસમાં ફરિયાદ કરાયા પછી પોલીસે જામનગરના બંને શખ્સને પકડી લઈ મુદ્દામાલ કબજે કર્યાે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા મીઠાપુરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા ધીરજલાલ પ્રભુદાસ ભાયાણીએ જામનગરના ગાંધીનગર વિસ્તાર પાસે રહેતા યાકુબ હુસેન માકોડા તથા ખોજાનાકા નજીક ટીટોડી વાડીમાં રહેતા મહંમદસફી અબ્દુલગફાર ખાખી નામના બે શખ્સ સામે વ્યાજખોરી કરી બળજબરી આચર્યાની ફરિયાદ કરી હતી.

આ શખ્સોએ ગયા માર્ચ મહિનામાં રૂ.૩ લાખ ઉછીના આપી તેની સામે પાંચ ટકા લેખે વ્યાજ વસૂલ્યા પછી પણ આ આસામીનો જીજે-૩૭-ટી ૫૩૭૬ નંબરનો રૂ.ર૦ લાખની કિંમતનો ટ્રક અને બે કોરા ચેક પડાવી લીધાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું. તેની તપાસ મીઠાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.ટી. વાણીયા તથા સ્ટાફે હાથ ધરી હતી.

તે પછી ગઈકાલે આરોપી યાકુબ માકોડા, મહંમદસફી ખાખીને પોલીસે ઝડપી લીધા છે. બંને આરોપીના કબજામાંથી ટ્રક તથા સહી કરેલા બે કોરા ચેક પોલીસે કબજે લઈ બંનેની પૂછપરછ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh