Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.પ,૪૧,૨૦૧નો દંડ ભરવા થયો હુકમઃ
જામનગર તા. ૯: જામનગરના બ્રાસપાર્ટના એક વેપારીને રૂ.પ,૪૧,૨૦૧ના ચેક પરતના કેસમાં અદાલતે એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.
જામનગરમાં રાજ ખોડલ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતા જીત કૌશિકભાઈ ગોહિલ પાસેથી સમર્પણ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝના પ્રોપરાઈટર વિશાલ પરસોત્તમભાઈ પ્રાગડાએ રૂ.૫,૪૧,૨૦૧ની કિંમતનો બ્રાસ સ્ક્રેપ ઉધારમાં ખરીદી તેની ચૂકવણી માટે ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાંથી નાણાના અભાવે પરત ફરતા જીત ગોહિલે નોટીસ પાઠવ્યા પછી અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે સમર્પણ બ્રાસવાળા વિશાલ પરસોત્તમભાઈ પ્રાગડાને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદની સજા ભોગવવા આદેશ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, પરેશ સભાયા, હીરેન સોનગરા, રાકેશ સભાયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નૈમિષ ઉમરેટીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial