Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કલેક્ટર શ્રી બી.કે. પંડ્યાના અધ્યક્ષસ્થાને
જામનગર તા. ૯: જિલ્લા કલેકટર શ્રી બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર શહેરના અતિવ્યસ્ત વિસ્તારોમાં વનવેમાં રોંગ સાઈડથી આવતા વાહનોને રોકવા માટે ઈ- મેમોની કામગીરી કડક બનાવવી, જામનગર લાલપુર હાઇવે પર ક્રેશ બેરીયર મુકાવવા, ઝીરો ફેટેલીટી કોરિડોરનું નિર્માણ થાય, રખડતા ઢોરને પકડવાની કામગીરી, જાહેર માર્ગો પર સૂચના આપતા બોર્ડઝ લગાવવા, કેનાલની આસપાસ પ્રોટેક્શન વોલ બનાવવી વગેરે કાર્યો અત્યારે હાથ ધરવામાં આવ્યા છે.
જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી ચાલી રહી છે. તાજેતરમાં જિલ્લા સમર કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં બાળકોને માર્ગ સલામતીના નિયમો વિશે જાગૃત કરાયા હતા. સમગ્ર જિલ્લામાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ બાળકોની સલામતીને ધ્યાનમાં રાખતા ત્યાં અલગથી પાર્કિંગ ઝોન બનાવવા વિષે વિચારણા ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન આરટીઓ કચેરી દ્વારા આયોજિત ૨૧ જેટલા કાર્યક્રમોમાં ૧૮૫૫ જેટલા લાભાર્થીઓએ માર્ગ સલામતીના નિયમો વિષે જાણકારી મેળવી છે. ટેક્સી પાર્કિંગ, આર.સી. બુક વગેરે જરૂરી સાધનિક કાગળો વગરના ૨૦ સ્કૂલ વર્ધી ચાલકોને દંડ કરવામાં આવ્યો છે. તેમજ સીએનજી ટેન્કવાળા વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
ઉક્ત બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેકટર શ્રી બી.એન.ખેર, પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial