Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રજવાડી નગર-છોટીકાશીની આબરૂના લીરેલીરાઃ જવાબદાર કોણ?
જામનગર તા. ૯: જામનગરમાં ટાઉનહોલ-લાલબંગલા વચ્ચેનો માર્ગ સરકારે 'ગૌરવપથ' તરીકે જાહેર કર્યો છે. આ રોડની વચ્ચોવચ્ચ ડિવાઈડર તરીકે લોખંડની ગ્રીલ મૂકવામાં આવી છે. આ ગ્રીલની બન્ને બાજુ સર્કલો તથા ફૂટપાથો પર રસ્તા પર પણ કેટલાક લોકો પડ્યા પાથર્યા રહે છે.
નગરમાં સેલ્ટર હોમ્સની સુવિધા છે, તે ઉપરાંત કેટલીક સામાજિક-ધાર્મિક સંસ્થાઓ પણ આશ્રયની વ્યવસ્થા પ્રસંગોપાત કરતી રહે છે. આમ છતાં કોઈ અકળ કારણો જાહેર માર્ગો પર પડ્યા પાથર્યા લોકોને હટાવવાના બદલે ત્યાં જ કપડાં-ગોદડા સુકવવાની આ પ્રકારની હરકતો પણ ચલાવી લેવામાં આવી રહી છે. આ માર્ગને ગૌરવપથ તરીકે વર્તવતા ઉચ્ચ અધિકારીઓ તથા નેતાઓ આ માર્ગ પરથી દરરોજ અવાર-નવાર નીકળતા હોય છે. તેમ છતાં તેઓને આ પ્રકારે નગરની આબરૂનું નિકંદન કાઢતી ગોબરી પ્રવૃત્તિઓ નજરે નહીં પડતી હોય? ઘણાં લોકો એવા કટાક્ષ પણ કરે છે કે ગંદા-ગોબરા પરિબળો માટે કપડાં-ગોદડા સુકવવા-વાસણ માંજવા માટે પણ નગરમાં અલાયદુ સંકુલ ઉભું કરવું જોઈએ, અથવા સેલ્ટર હોમ્સમાં આ પ્રકારની સગવડો વિકસાવવી જોઈએ. સ્ટેન્ડીંગ કમિટીએ આગામી બેઠકમાં એક પ્રસ્તાવ પસાર કરીને નવી કોઈ એવી યોજના બનાવવી જોઈએ, જેમાં નગરને બદસુરત બનાવતા પરિબળોને નાથી શકાય. સેલ્ટર હોમ્સ જેવી સુવિધાઓ પણ એવી બનાવવી જોઈએ, જેથી ફૂટપાથ પર જીવન ગુજારતા લોકોને ત્યાંથી હટવાનું મન જ ન થાય. તેવું ન થાય તો 'ગોબરા નિયંત્રણ કેન્દ્રો' ખોલવા પડે ખરું કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial