Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતમાં નિયમ મુજબ લીલો દુષ્કાળ જાહેર થાય તો એક લાખ કરોડની સહાય આપવી પડે
ખંભાળીયા તા. ર૪: ગુજરાત રાજ્ય સરકારે રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલ પાકને નુકસાન અંગે ગઈકાલે ૧૪૧૯ કરોડની સહાયની જાહેરાત કરી તેને રાજ્ય કિસાન કોંગ્રેસ પ્રમુખ તથા ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયાએ મઝાક અને લોલીપોપ સમાન ગણાવીને ખેડૂતો આંદોલન પર જઈ રહ્યા છે ત્યારે તેમને અટકાવવાનું આ એક ગતકડું હોવાનું જણાવ્યું હતું.
તેમણે એક મુલાકાતમાં જણાવેલ કે રાજ્ય સરકારે ૧૪૦૦ કરોડ ઉપરાંતની સહાયની જાહેરાત કરી છે. અગાઉ પણ ૩પ૦ કરોડની સહાયની જાહેરાત કરીને પીયતવાળી જમીનોને ૪૪ હજારને બદલે રર થી ઓછા આપેલા આ સહાયમાં પણ કયાક સર્વે વગર આખા ગામને સહાય અપાઈ ગઈ છે તો કયાંક નુકસાની ખૂબ છે તેવા ગામોના ખેડૂતો રહી ગયા છે તો કયાંક પાંચ પંદર ખેડૂતોને જ સહાયમાં લેવાયા છે !!
એક લાખ કરોડની નુકસાની સામે ૧૪૧૯ કરોડ
તેમણે જણાવેલ કે સરકારના પરિપત્ર મુજબ અહીં ૧૦૪ તાલુકામાં અને ૧પ જિલ્લાઓમાં ૧૪૦ ટકાથી વધુ વરસાદ પડતા લીલો દુકાળ જાહેર કરવો પડે અને તે મુજબ એક લાખ કરોડ ચુકવવા પડે તે ના ચુકવીને માત્ર ૧૪૧૯કરોડની રકમ જાહેર કરી છે. ખેડૂતોનું પાકધિરાણ જ ખાલી ૧૦ હજાર કરોડનું છે તે પણ માફ કર્યું નથી. ૧૪૧૯ કરોડની સહાય જાહેરાતમાં વીઘે રૂ. ૧ર૪૦ જેવું આવે બીયારણના પૈસા પણ ના થાય !
હાલ ગુજરાતના તમામ ખેડૂત સંગઠનો ભેગા થઈને ઘેડ વિકાસ સમિતિ તથા અન્યો મળીને રપ-૧૦ થી ઘેડના બામણામાં મોટું સંમેલન કરીને સરકાર સામે અવાજ ઉઠાવવાના છે ત્યારે ખેડૂતોને લાલચ આપવા આ ૧૪૧૯ કરોડની સહાયની જાહેરાત કરી છે. જે મઝાક અને લોલીપોપ સમાન હોય ખેડૂતોને લીલો દુકાળ જાહેર કરીને સહાય આપવા માંગ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial