Advertisement
Author: નોબત સમાચાર

રાજ્ય સરકારના રૂ. ૧૪૧૯ કરોડના વિશેષ રાહત પેકેજને જિલ્લા ભાજપનો આવકાર

ખેડૂતો માટે જાહેર કરાયેલા

જામનગર તા. ર૪: સમગ્ર રાજ્યમાં ચોમાસામાં થયેલ અતિવૃષ્ટિ અને ત્યારબાદ કમોસમી વરસાદના કારણે રાજ્યના ઘણાં વિસ્તારોમાં પાકને નુકસાન ગયેલ છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કેબીનેટે ખેડૂતો માટે ઉદાર હૃદયે ૧૪૧૯.૯ર કરોડના માતબર રાહત પેકેજને જિલ્લા ભાજપના સર્વે આગેવાનોને ઉમળકાભેર આવકારેલ છે. જેમાં એનડીઆરએફમાંથી ૧૦૯૭.૩૭ કરોડ તથા રાજ્ય સરકારના બજેટમાંથી ૩રર.ર૩ કરોડ સહાય પેટે ચુકવવામાં આવશે.

પેકેજની વિશેષ વિગતોમાં ૧૩૬ તાલુકાના ૬૮૧ર ગામોના ૭ લાખ જેટલા ખેડૂતોને આ સહાયનો લાભ મળનાર છે. ખરીફ -ર૦ર૪ મુજબ વાવેતર કરેલ બિનપીયત ખેતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન બદલ હેકટર દીઠ કુલ રૂ. ૧૧૦૦૦ એમ ઓછામાં ઓછા ર હેકટર એટલે કુલ રર૦૦૦ની સહાય મળવાપાત્ર થશે. આ ઉપરાંત પિયત પાકોમાં રૂ. રર૦૦૦/- મુજબ સહાય આપવામાં આવશે.

જિલ્લા ભાજપના તમામ આગેવાનોએ સંયુકત જણાવ્યું છે કે - રાજ્યમાં પ્રથમ વખત આટલી માતબર રકમની સહાય ચૂકવીને દિવાળી પર જગતના તાત પર આવેલ કુદરતી આફત સામે સરકારે પોતાની સંવેદનાનો પરિચય આપી ભાજપ સરકારની ખેડૂત કલ્યાણની પ્રતિબદ્ધતાને ફરી એક વખત સિદ્ધ કરેલ છે. જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, પૂર્વ મંત્રી આર.સી.ફળદુ, જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, અભિષેક પટવા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્યો ચીમનભાઈ શાપરીયા, બ્રિજરાજસિંહ જાડેજા, ચીરાગભાઈ કાલરીયા, વલ્લભભાઈ ધારવીયા, જિલ્લા ભાજપ પ્રમુખ સૂર્યકાંતભાઈ મઢવી, ડો. પી.બી. વસોયા, ચંદ્રેશભાઈ પટેલ, પ્રદેશ કારોબારી સભ્યો, દિલીપસિંહ ચુડાસમા, ડો. વિનોદ ભંડેરી સહિતના અગ્રણીઓએ રાજ્ય સરકાર - પ્રદેશ નેતૃત્વ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનો તમામ ખેડૂતો વતી આભાર માની અભિનંદન પાઠવેલ હોવાનું મીડિયા સેલના કન્વીનર નરેન્દ્રસિંહ પરમારે જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh